20 પાન-મસાલાના ધંધાર્થીઓને પ્રતિબંધિત વેંચાણ અંગેનું બોર્ડ લગાવવા સૂચના
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની આરોગ્ય શાખા દ્વારા અવારનવાર શહેરની નામાંકિત હોટલ, રેસ્ટોરન્ટમાં દરોડો પાડીને અખાદ્ય પદાર્થો ઝડપી લેતું હોય ત્યારે શિયાળાની સીઝન શરૂ થતાં શહેરમાં ઠેર-ઠેર ચીકી, મમરા લાડુ, તલની ચીકી સહિતની ચીજવસ્તુઓનું વેચાણ થતું હોય છે. શહેરમાં સંગમ ચીકી, જલારામ ચીકી, મોહિની ચીકી, હાશચીકી સહિતના નામાંકિત ચીકીવાળાને ત્યાં ગ્રાહક ઉમટી પડે છે ત્યારે આજે શહેરના નામાંકિત જલારામ ચીકીની ગોળની ચીકીનો આરોગ્ય શાખાએ નમૂના લેવામાં આવ્યા છે.
- Advertisement -
આ ઉપરાંત શહેરના અન્ય બે સ્થળથી પણ ગોળની ચીકીના નમૂના લેવામાં આવ્યા છે જેમાં ગાંધીગ્રામ એસ.કે. ચોકમાં આવેલ ઠક્કર ગૃહ ઉદ્યોગમાંથી ગોળની ચીકીના અને ભગવતીપરી શેરી નં. 17/21માં આવેલ મધુરમ વેરાયટી સ્ટોર્સમાંથી ગોળની ચીકીના નમૂના લઈ પરીક્ષણ અર્થે મોકલેલ છે.₹આ ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા મોરબી રોડ જકાત નાકા, સેટેલાઈટ ચોક વિસ્તારમાં આવેલ ખાણી-પીણી તથા ઠંડાપીણાનું વેચાણ કરનારા 20 ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરીને તમાકુનું વેચાણ કરનારને ત્યાં 18 વર્ષથી નીચેના બાળકોને તમાકુનું વેચાણ પ્રતિબંધિત હોય તે બાબતનું બોર્ડ લગાવવા સૂચના આપવામાં આવેલ છે તથા 14 પેઢીને લાયસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ છે.