ખાસ-ખબર સંવાદદાતા
હળવદ પોલીસે હળવદના દશામાંના મંદિરથી ધ્રાંગધ્રા દરવાજા સુધી ફૂટ પેટ્રોલિંગ કરીને વેપારીઓને તેમજ લારી ગલ્લાવાળાને ટ્રાફિક નિયમો મામલે સૂચનો આપવામાં આવ્યા હતા અને 10 વાહનચાલકોને હાજર મેમો ફટકાર્યો હતો. હળવદ શહેરમાં આમ તો ઘણા સમયથી લોકો ટ્રાફિક સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે હળવદ પોલીસ દ્વારા હળવદના દશામાંના મંદિરથી બસ સ્ટેશન રોડ, રેલવે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં દુકાનની આડે બાઈક રાખતા લોકોને તાકીદ કર્યા હતા અને 10 વાહનચાલકોને હાજર મેમો ફટકાર્યો હતો. આ ઉપરાંત દુકાનદારો અને વેપારીઓ પોતાની દુકાન આગળ લારી ગલ્લાવાળાને ઉભા રાખીને ભાડું વસૂલતા હોય છે તેવું માલૂમ પડતાં તેઓને પણ તાકીદ કર્યા હતા.