10 જજની નિમણૂકને લઈને સુપ્રીમ કોર્ટ અડગ
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે અનેક મુદ્દાઓ પર ટક્કર ચાલી રહી છે. આમાં સૌથી મોટો મુદ્દો કોલેજિયમનો છે, જેમાં ન્યાયાધીશોની નિમણૂકને લઈને સરકાર અને સુપ્રીમ કોર્ટ ગૂંચવાઈ ગઈ છે. જ્યારે સરકારે કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા ઘણા નામોને ફગાવી દીધા છે, ત્યારે સુપ્રીમ કોર્ટે આમાંથી કેટલાક નામો પર અડગ રહ્યુ છે. એકંદરે, ન્યાયધીશોની નિમણૂકને લઈને હાલમાં સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે તકરાર ચાલી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા 21 જજોના નામોની યાદી સરકારને સોંપવામાં આવી હતી, જેમાંથી સરકારે 19 નામ પરત કર્યા છે. આ ભલામણ હાઈકોર્ટના જજોની નિમણૂકને લઈને કરવામાં આવી હતી.
કોલેજિયમની પુન: ભલામણ બાદ નામંજૂર કરાયેલા 10 નામોમાંથી પાંચ અલ્હાબાદ હાઈકોર્ટના હતા. કલકત્તા હાઈકોર્ટ માટે બે નામ, કેરળ હાઈકોર્ટ માટે બે અને કર્ણાટક હાઈકોર્ટ માટે એક નામ હતું.
કોલેજિયમની ભલામણોની વાત કરીએ તો જસ્ટિસ દીપાંકર દત્તાને બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ બનાવવાની ભલામણ હજુ પડતર છે. આ સિવાય સુપ્રીમ કોર્ટના જજની નિમણૂકને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે નિર્ણય લેવાનો બાકી છે.