પાકિસ્તાનને હરાવીને ઈંગ્લેન્ડે ટી20 વર્લ્ડ કપ જીતી લીધો છે. ઈંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપ્યો હતો.
ઈંગ્લેન્ડ ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું છે. રવિવારે ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રમાયેલી ટી20ની ફાઈનલ મેચમાં બેન સ્ટોક્સની ધમાકેદાર ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે પાકિસ્તાનને 5 વિકેટ હરાવીને ટાઈટલ જીતી લીધું હતું. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમ નિર્ધારીત 20 ઓવરમાં 137 રન બનાવી શકી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 138 રન બનાવી લીધા હતા. પાકિસ્તાન વતી કેપ્ટન બાબર આઝમે 32 અને શાન મસૂદે 38 રન બનાવ્યાં હતા. આ બે સિવાય બીજા કોઈ ખેલાડીઓ ખાસ કંઈ ઉકાળી શક્યા નહોતા.
- Advertisement -
#EngvsPak इंग्लैंड ने पाकिस्तान को 5 विकेट से हराकर टी-20 वर्ल्ड कप का खिताब अपने नाम किया। #T20WorldCupFinal pic.twitter.com/hMp549BbmA
— ANI_HindiNews (@AHindinews) November 13, 2022
- Advertisement -
બેન સ્ટોક્સની ધમાકેદાર ઈનિંગથી ઈંગ્લેન્ડે 30 વર્ષ જુનો હિસાબ ચૂકતે કર્યો
ઓસ્ટ્રેલિયામાં 30 વર્ષ જુના સંજોગનું પુનરાવર્તન કરીને ફાઈનલમાં પહોંચેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે છેલ્લી ઘડીએ બધું બદલાઈ ગયું. મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં 309 વર્ષ પહેલા 1992ની સાલમાં જોરદાર વાપસી કરીને ઈંગ્લેન્ડને હરાવીને વિશ્વ ચેમ્પિયન બનનાર પાકિસ્તાન ફરી એક વાર રેકોર્ડ કરવા જઈ રહ્યું હતું પરંતુ ઈંગ્લેન્ડે તેની આશાઓ પર પાણી ફેરવી દીધું અને પાકિસ્તાનના હાથમાં આવેલા કોળિયો છીનવી લીધો હતો. લોર્ડ્સમાં ત્રણ વર્ષ પહેલા ઈંગ્લેન્ડને વનડે ક્રિકેટના વિશ્વ ચેમ્પિયન બનાવનાર બેન સ્ટોક્સે ટી20 વર્લ્ડ કપની ફાઈનલમાં ધમાકેદાર ઈનિંગ ખેલીને પોતાના દેશને ટી20 વર્લ્ડ કપ અપાવી દીધો હતો.
Hell of an achievement! Congratulations lads. https://t.co/3FV8k20RxM
— Jason Roy (@JasonRoy20) November 13, 2022
મેલબોર્નમાં 30 વર્ષ બાદ ફરી બંને ટીમો વર્લ્ડ કપની ફાઈનલમાં પ્રવેશી હતી. બાબર આઝમની ટીમે 1992ના વર્લ્ડ કપના પાકિસ્તાની ધુરંધરોની જેમ પુનરાગમન કર્યું હતું અને ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યારે ઇંગ્લેન્ડે પણ આ જ રીતે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. એમસીજીમાં ફરી એકવાર બંને વચ્ચે મજબૂત ફાઇનલની અપેક્ષા રાખવામાં આવી રહી હતી અને પાકિસ્તાની ફેન્સ માની રહ્યા હતા કે પછી 30 વર્ષ જુનો સંયોગ દોહરાશે અને તેની ટીમ વર્લ્ડ કપ જીતી જશે પરંતુ તેમની આ આશા અધૂરી રહી ગઈ અને ઇંગ્લેન્ડે છેલ્લી ઘડીએ સ્ક્રિપ્ટમાં ફેરફાર કર્યો અને 5 વિકેટથી જીત સાથે વર્લ્ડ કપ જીતી લીધો.
ઈંગ્લેન્ડ બીજી વાર જીત્યો ટી20 વર્લ્ડ કપ
ટી20 વર્લ્ડ કપ ઈંગ્લેન્ડે બીજી વાર જીત્યો છે. ઈંગ્લેન્ડે 2010ની સાલમાં પણ ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. ઈંગ્લેન્ડ સામે ટી20 વર્લ્ડ કપ હારનાર પાકિસ્તાન પણ એક વાર ટી20 વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલું છે.