મેટાના શેર પણ 73 ટકા ગગડી ચૂક્યા છે: કંપની સામે અનેક પડકારો, મેટાવર્સ પર મોટા ખર્ચાને કારણે છટણીની નોબત આવી
ખાસ-ખબર સંવાદદાતા
ટ્વિટરની ધૂરા સંભાળ્યા બાદ વિશ્વના ધનવાન એલન મસ્કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ અને ત્યારબાદ કર્મચારીઓની છટણી કર્યાના સમાચારની શાહી હજુ સુકાઈ નથી ત્યાં વધુ એક સોશિયલ મીડિયા ફેસબુક-મેટા આવતા સપ્તાહે તેના હજારો કર્મચારીઓની છટણી કરી શકે છે, આ છટણીનો પ્લાન તૈયાર થઇ ગયો છે, બસ તેનો અમલ કરવાનો બાકી છે.
રિપોર્ટ અનુસાર મેટામાં આગામી બુધવાર એટલે કે 9 નવેમ્બરે મોટા પ્રમાણમાં છટણીની પ્રક્રિયા શરુ થઇ જશે. આ છટણી મેટા (ફેસબુક)ના ઇતિહાસમાં પહેલી વાર થશે. ઉલ્લેખનીય છે કે મેટામાં 87 હજાર કર્મચારીઓ કામ કરે છે.