IT રિટર્ન ફાઇલ કરનારા કરદાતાઓ માટે CBDTએ હવેથી એક જ ફોર્મ બહાર પાડી દીધું છે. એટલે કે હવેથી કરદાતાઓએ અલગ-અલગ ફોર્મ નહીં ભરવા પડે.
CBDT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ) એ IT રિટર્નને લઇ મહત્વનો નિર્ણય કર્યો છે. CBDTએ 2022-23 ના નાણાંકીય વર્ષ માટે ઈન્કમટેક્સ રિટર્નની કાર્યવાહી સરળ બનાવી દીધી છે. જેમાં 1થી 7 નંબરના અલગ-અલગ ફોર્મ મર્જ કરીને એક જ ફોર્મ કરી દેવાયું છે. આથી હવે નોકરિયાત કે વેપારી દરેકને આ એક જ ફોર્મના આધારે IT રિટર્ન ભરવાનું રહેશે. એટલે કે હવેથી તમામ કરદાતાઓએ IT રિટર્ન માટે એક જ ફોર્મ ભરવાનું રહેશે.
- Advertisement -
CBDTએ 137 પાનાની ગાઈડલાઈન બહાર પાડી
આ ફોર્મ કેવી રીતે ભરવું તે માટે સીબીડીટી (CBDT) એ 137 પાનાની માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જોકે તમને જણાવી દઇએ કે, સામાન્ય રીતે આટલું મોટું ફોર્મ ભરતા કરદાતાને એક કલાકથી વધારે સમય લાગતો હોય છે. ત્યારે નાના કરદાતાઓને પણ મોટા કરદાતાની સરખામણીમાં એક સરખા ફોર્મ ભરવાની જાહેરાતને લઇને ભવિષ્યમાં નાના કરદાતાઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
ડિજિટલ કરન્સીમાં કરેલા રોકાણની માહિતી અલગથી આપવાની રહેશે
- Advertisement -
આ IT રિટર્નની વિગતમાં ડિજિટલ કરન્સીમાં કરેલા રોકાણની માહિતી અલગથી આપવાની રહેશે. આમ, અત્યાર સુધી પગારદાર કરદાતાને આઇટીઆર-01 ફોર્મ ભરવાનું હતું પરંતુ હવેથી પગારદાર કરદાતાઓને વિગતવાર આ રિટર્ન ભરવાની જવાબદારી આવશે.
જાણો શા માટે ITR ફોર્મ કોમન કરાયું?
CBDT દ્વારા કોમન ITR ફોર્મની રજૂઆત કરવાનો ઉદ્દેશ્ય સામાન્ય કરદાતાઓને IT રિટર્ન ફાઇલ કરવામાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાનો, ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો તેમજ રિટર્ન ફાઇલ કરવામાં લાગતો સમય ઘટાડવાનો છે. વધુ માહિતી તમે આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ incometax.gov.in પર ક્લિક કરીને પણ જોઇ શકો છો.