વડાપ્રધાન મોદીએ ભગવાન મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું
ઉજ્જૈનના ક્ષણ ક્ષણમાં ઇતિહાસ, કણ કણમાં અધ્યાત્મ : વડાપ્રધાન મોદી
- Advertisement -
વડાપ્રધાન મોદીએ ગઇકાલે મંગળવારે મહાકાલ લોક કોરિડોરના પ્રથમ ચરણનું લોકાર્પણ કરતા પહેલા ભગવાન મહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. પીએમએ બટન દબાવીને મહાકાલ લોકનું લોકાર્પણ કર્યું હતું.
તેમણે દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક જન જાગરણ પર પોતાનું ભાષણ કેન્દ્રીત કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, સફળતાના શિખર સુધી પહોંચવા માટે જરુરી છે કે રાષ્ટ્ર પોતાની સાંસ્કૃતિક ઉંચાઈઓને સ્પર્શે પોતાની ઓળખ સાથે ગૌરવથી માથુ ઉઠાવીને ઉભો રહે. પીએમએ જણાવ્યું હતું કે ઉજ્જૈનની ક્ષણ ક્ષણમાં ઇતિહાસ અને કણ કણમાં અધ્યાત્મસમાયેલુ છે. મહાકાલના આશીર્વાદથી ભારતની ભવ્યતા પૂરા વિશ્વના વિકાસ માટે નવી સંભાવનાઓને જન્મ આપશે અને ભારતની દિવ્યતા પૂરા વિશ્વ માટે શાંતિનો દરવાજો ખોલશે.
Ujjain, MP | PM Modi dedicates to the nation Shri Mahakal Lok to the nation. Phase I of the Mahakal Lok project will help in enriching the experience of pilgrims visiting the temple by providing them with world-class modern amenities.
- Advertisement -
CM Shivraj Singh Chouhan also present. pic.twitter.com/LAZAjErXu1
— ANI (@ANI) October 11, 2022
પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજે નવુ ભારત જ્યારે પોતાના પ્રાચીન મુલ્યો સાથે આગળ વધી રહ્યું છે તો આસ્થાની સાથે સાથે સંશોધનની પરંપરાને પણ ફરીથી જીવિત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહાકાલના શરણમાં વિષમાં પણ સ્પંદન છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે બાદ પહેલીવાર આપણા ચારેય ધામ ઓલ વેધર રોડથી જોડવામાં આવી રહ્યા છે.
Madhya Pradesh | Spirituality is contained in every particle and divine energy is being transmitted in every corner of Ujjain. Ujjain has led India's prosperity, knowledge, dignity and literature for thousands of years: PM Modi at the inauguration of Shri Mahakal Lok in Ujjain pic.twitter.com/oP5qHrtFXn
— ANI (@ANI) October 11, 2022
10 મિનિટ ધ્યાન લગાવ્યું, નંદી પાસે પણ બેઠા
સફેદ ધોતી, કેસરિયો દુપટ્ટો અને માથા પર ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલા વડાપ્રધાને મહાકાલનું પૂજન અને આરતી કરી હતી. મોદીએ એકલા જ ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. જ્યાં પૂજારીઓએ તેમના માથે ચંદનનો લેપ લગાવ્યો હતો. મોદી ગર્ભગૃહની બહાર નંદી પાસે બેઠા હતા અને લગભગ પાંચ મિનિટ સુધી હાથ જોડીને પૂજા કરી હતી.
મોદીએ સાધુ-સંતોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે મહાકાલની મહિમાથી મહાકાલ લોકમાં કોઇપણ સાધારણ નથી, બધું જ અલૌકિક અને અસાધારણ છે. આવનારી પેઢી આ દિવ્યતાના દર્શન કરશે. આ પહેલા મોદી ઇ-વ્હીકલમાં આખું પરિસર ફર્યા હતા. કમલ સરોવર, રુદ્ર સાગર અને સૌથી મોટી મ્યુરલ્સ વોલ પણ જોઇ હતી.
#WATCH | Ujjain, MP: PM dedicates to the nation Shri Mahakal Lok. Phase I of the project will help in enriching the experience of pilgrims visiting the temple by providing them with world-class modern amenities
Total cost of the entire project is around Rs 850 cr.
(Source: DD) pic.twitter.com/J1UnlU9XLa
— ANI (@ANI) October 11, 2022
ધોતી, દુપટ્ટા, ત્રિપુંડ, રૂદ્રાક્ષ અને અલગ અલગ સ્વરૂપમાં દેખાયા મોદી
વડાપ્રધાન મોદીએ ગઇકાલે ભગવાન મહાકાલના મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમણે સફેદ ધોતી, અંગ-વસ્ત્ર,કેસરિયો દુપટ્ટો, માથા પર ત્રિપુંડ અને ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરીને ભક્તિભાવથી ભગવાન મહાકાલની પૂજા અર્ચના કરી હતી. તેમણે જપ અને ધ્યાન પણ કર્યું હતું. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી સિંધીયા પણ મોદી સાથે હતા.