તત્કાલિન શાસનાધિકારી દેવદત્ત પંડ્યાએ સ્પષ્ટ નોંધ કરી હતી કે, દિનેશની પ્રતિનિયુક્તિ ન થવી જોઈએ
દિનેશ સદાદિયા બેજવાબદારીથી અને સ્વચ્છંદતાપૂર્વક કામગીરી કરે છે. આવી નકારાત્મક માનસિકતા ધરાવતાં વ્યક્તિને પુન:નિયુક્તિ આપવી બિલકુલ યોગ્ય નથી. 20 રૂા.ના સ્ટેમ્પપેપર પર તેમનું કબૂલાતનામું લેવું અને ત્યાર બાદ જ આગળની કામગીરી કરવી. આ શબ્દો છે રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યાએ દિનેશ સદાદિયા અંગે આપેલા અભિપ્રાયના. જ્યારથી રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં દિનેશ સદાદિયાની નિયુક્તિ સીઆરસી તરીકે થઈ છે ત્યારથી તેણે તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યા સહિત સાથી શિક્ષકોને દબાવવા અને ડરાવવા અનેક ષડ્યંત્ર રચ્યા છે. જોકે કેટલાંક લોકોએ દિનેશ સદાદિયાની દાદાગીરીથી ન ડરતા કે દબાતા તેનો જડબેસલાક જવાબ આપ્યો છે. તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યાએ દિનેશ સદાદિયાની તમામ દાદાગીરી કાઢી નાખી હતી. શિક્ષક સંઘના બની બેઠેલા પ્રમુખ દિનેશ સદાદિયાની દાદાગીરી વિરૂદ્ધ તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યાએ તેના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરેલી હતી.
- Advertisement -
દિનેશની માનસિકતા જ નકારાત્મક: દેવદત્ત પંડ્યા
શાળાએ ન જવું, હાજરી ન નોંધાવી, શાળાના કાર્યો ન કરવા, સાથી શિક્ષકોને હેરાન-પરેશાન કરી ત્રાસ આપવો, ધંધામાં જ ધ્યાન આપવું વગેરે બાબતોમાં દિનેશ સદાદિયાની ફરિયાદ છેક ગાંધીનગર સુધી કરવામાં આવી હતી. દિનેશ સદાદિયાની સીઆરસી તરીકે નિયુક્તિ પણ રદ્દ કરી દેવામાં આવી હતી.
આ અહેવાલ સાથે પ્રસ્તુત ફોટોમાં દિનેશ સદાદિયાની સીઆરસી તરીકેની નિયુક્તિ તત્કાલીન શાસનાધિકારી દેવદત્ત પંડ્યાએ રદ્દ કરેલી હતી અને નિયુક્ત બાદ આપેલા અભિપ્રાયમાં સ્પષ્ટપણે વાંચી શકાય છે કે, દિનેશ સદાદિયા બેજવાબદારી અને સ્વચ્છંદતાપૂર્વક કામગીરી કરવા ટેવાયેલો છે એટલું જ નહીં, તેની માનસિકતા જ નકારાત્મક છે. તેમની પ્રતિનિયુક્તિ ન થવી જોઈએ તેવો તત્કાલીન શાસનાધિકારીથી બધા જ શિક્ષકોનો અભિપ્રાય હતો. શૈક્ષણિક જગતને બદનામ કરનારા દિનેશ સદાદિયાને ફરી શિક્ષકની જ કામગીરી સોંપવી એવી સૌની અંતરમનથી ઈચ્છા છે.
શિક્ષક સંઘના પ્રમુખના હોદ્દાના જોરે સત્તાનો દુરુપયોગ કરનાર તેમજ સરકારી કર્મચારી હોવા ઉપરાંત આર્યા એન્ટરપ્રાઈઝ નામની એજન્સીનો વહીવટ કરનાર દિનેશ સદાદિયા પર થયેલી તમામ કાર્યવાહી ઉપરાંતનો સવિસ્તાર અહેવાલ હવે પછી ‘ખાસ-ખબર’માં પ્રસિદ્ધ કરવામાં આવશે. આ અંગેની તમામ કાર્યવાહીનો પણ પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
- Advertisement -
જાણે સિંહ માર્યો હોય તેમ દિનેશે નોટિસ સર્ક્યુલેટ કરી
બદનક્ષીની નોટિસ એ એક તદ્દન સામાન્ય કાનૂની પ્રક્રિયા છે. જેમાં વિશે લખાયું હોય તેવી કોઈપણ વ્યક્તિ એ અખબારને નોટિસ આપી શકે છે. નોટિસ એ કોઈ ચૂકાદો કે સિદ્ધિ નથી. કોઈપણ વકીલને બે-પાંચ હજાર રૂપિયા આપીને આવી નોટિસ તૈયાર કરાવી શકે છે. દિનેશે આવી નોટિસ તૈયાર કરાવીને જાણે કોઈ સિંહનો શિકાર કર્યો હોય તેમ વિવિધ વ્હોટ્સએપ ગ્રુપમાં એ વાઈરલ કરીહતી. આ હરકત પરથી જ તેનાં માનસિક સ્તરનો ખ્યાલ આવી જાય છે.
દરેક કાનૂની નોટિસનો જડબાતોડ જવાબ આપશે ‘ખાસ-ખબર’
એવું કહેવાય છે કે, શેરને માથે સવાશેર કોઈને કોઈ હોય છે પણ દેશની ચોથી જાગીર પત્રકારત્વ જગતથી ન કોઈ મોટું હતું કે ન કોઈ મોટું છે કે ન કોઈ મોટું હશે. જ્યારે-જ્યારે સત્યના પ્રહરીઓ દ્વારા પોતાના પત્રમાં દિનેશ સદાદિયા જેવા લોકોને ઉઘાડા પાડે છે ત્યારે તેઓ દ્વારા બદનક્ષીની નોટિસ મોકલવામાં આવે છે. દિનેશ સદાદિયા જાણે શિક્ષકોની જેમ પત્રકારોને પણ ડરાવવા કે દબાવવા માંગે છે. દિનેશ સદાડિયા જેવા લોકો માટે અહીં એ ખાસ નોંધનીય છે કે, જેમની ઈજ્જત હોય છે તેમની જ બેઈજ્જતી થાય છે. દિનેશ સદાદિયા વિશેના અભિપ્રાયો- આબરૂ કેવા-કેટલી છે તે શિક્ષણજગતમાં સૌ કોઈ જાણે છે. ‘ખાસ-ખબર’ને બદનક્ષીની નોટિસ મોકલ્યા બાદ હવે ‘ખાસ-ખબર’ દિનેશ સદાદિયા વિશેના વિવિધ અભિપ્રાયો કોઈ ડર કે ભય વિના અહીં જ પ્રસિદ્ધ કરશે. ‘ખાસ-ખબર’ની દૃષ્ટિએ બદનક્ષીની નોટિસ એ અખબારની સત્યતાનો પુરાવો છે. ‘ખાસ-ખબર’ આ સત્યતાને નિર્ભયતા અને મક્કમતાથી પ્રસ્તુત કરતું રહેશે અને દરેક લીગલ નોટસિનો જવાબ સત્યો-તથ્યો સાથે રજૂ કરશે. આ નોટિસ દ્વારા સદાદિયાએ મધપૂડામાં પથ્થર ફેંક્યો છે તેમ પણ કહી શકાય.
‘ખાસ-ખબર’ દ્વારા અત્યાર સુધી માત્ર દિનેશ સદાદિયા વિરૂદ્ધ અહેવાલો જ પ્રકાશિત કરવામાં આવતા હતા, હવે તેની વિરૂદ્ધનાં પુરાવા સાથેનાં અહેવાલો શિક્ષણ મંત્રાલયને મોકલવામાં આવશે
દિનેશ સદાદિયા વિરૂદ્ધ ફરિયાદ માટે ‘ખાસ-ખબર’નો મો. નં. 76982 11111 પર સંપર્ક કરો…આપનું નામ-ઓળખ ગુપ્ત રાખવામાં આવશે