જસ્ટિસ ઉદય ઉમેશ લલિત આજે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. તેઓનાં પિતાજી પણ હાઇકોર્ટનાં જજ રહી ચૂક્યા છે. જાણો નવા CJI વિશે જાણી અજાણી વાતો
જસ્ટિસ ઉદય ઉમેશ લલિત આજે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ ભવનમાં જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ લેવડાવશે. CJI એનવી રમન્ના 26 ઓગસ્ટે નિવૃત્ત થયા બાદ જસ્ટિસ ઉદય રમેશને ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ ત્રણ મહિના કરતાં ઓછો રહેશે અને તેઓ 8 નવેમ્બરે તેમના પદ પરથી નિવૃત્ત થશે.
- Advertisement -
મહારાષ્ટ્રમાં થયો હતો જન્મ
ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ ઉદય ઉમેશ લલિતનો જન્મ 9 નવેમ્બર 1957ના રોજ મહારાષ્ટ્રના સોલાપુરમાં થયો હતો. તેઓ જૂન 1983માં મહારાષ્ટ્ર અને ગોવા બાર કાઉન્સિલમાં વકીલ તરીકે દાખલ થયા હતા. જાન્યુઆરી 1986માં તેઓ દિલ્હી આવ્યા પહેલા તેણે ડિસેમ્બર 1985 સુધી બોમ્બે હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરી હટી.
ક્રાઇમ લોનાં એક્સપર્ટ છે જસ્ટિસ લલીત
ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ લલિત ફોજદારી કાયદાના નિષ્ણાત છે. તેમણે 2G કેસમાં સીબીઆઈના વિશેષ સરકારી વકીલ તરીકે કામ કર્યું છે. તેઓ સતત બે ટર્મ સુધી સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના સભ્ય પણ રહી ચૂક્યા છે. ખૂબ જ નમ્ર સ્વભાવ ધરાવતા ઉમેશ લલિત ભારતના ઈતિહાસમાં બીજા એવા ચીફ જસ્ટિસ છે જે સુપ્રીમ કોર્ટના જજ બન્યા પહેલા કોઈ હાઈકોર્ટમાં જજ બન્યા નથી. તેઓ વકીલથી સીધા આ પદ સુધી પહોંચ્યા છે. તેમના પહેલા 1971માં દેશના 13મા મુખ્ય ન્યાયાધીશ એસએમ સિકરીએ આ સિદ્ધિ મેળવી હતી.
અયોધ્યા-બાબરી કેસથી દૂર રહ્યા
10 જાન્યુઆરી 2019ના રોજ, જસ્ટિસ ઉદય ઉમેશ લલિતે અયોધ્યા કેસની સુનાવણી કરી રહેલી 5 જજની બેન્ચથી પોતાને અલગ કરીને હેડલાઇન્સમાં રહ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે લગભગ 20 વર્ષ પહેલા તે અયોધ્યા વિવાદ સંબંધિત ફોજદારી કેસમાં યુપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના વકીલ હતા.
- Advertisement -
ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા
ભારતના નવા મુખ્ય ન્યાયાધીશ લલિતે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે. તેમાંથી સૌથી મહત્વપૂર્ણ ટ્રિપલ તલાક, કેરળના પદ્મનાભસ્વામી મંદિર પર ત્રાવણકોર રાજવી પરિવારનો દાવો અને POCSO સંબંધિત કાયદા વગેરેણાં નિર્ણયો તેમણે સાંભળકાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે 102 વર્ષથી તેઓનું ફેમિલી ન્યાયતંત્રમાં મહત્વનાં હોદ્દાઓ પર છે. તેઓનાં દાદા રંગનાથ લલીત એડવોકેટ રહી ચૂક્યા છે. તેઓનાં પિતાજી હાઇકોર્ટનાં જજ રહી ચૂક્યા છે. આ ત્રીજી પેઢી છે જે ન્યાયપ્રણાલીનો હિસ્સો છે અને આજે સુપ્રીમ કોર્ટનાં જજ તરીકે જસ્ટિસ યુયુ લલીત શપથ લેવા જઈ રહ્યા છે.