હવાઈ મુસાફરી કરનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ડોમેસ્ટિક વિમાન કંપની એર ઈંડિયાએ દેશમાં 24 વધારાની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે.
હવાઈ મુસાફરી કરનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ડોમેસ્ટિક વિમાન કંપની એર ઈંડિયાએ દેશમાં 24 વધારાની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરી છે. એર ઈંડિયાનું કહેવુ છે કે, આ વધારાની ફ્લાઈટ 20 ઓગસ્ટથી શરૂ કરશે.
- Advertisement -
એર ઈંડિયાએ કહ્યું કે, જે 24 વધારાની ફ્લાઈટ શરૂ થશે તેમાં બે દિલ્હીથી મુંબઈ, બેંગલુરુ અને અમદાવાદ તથા મુંબઈથી ચેન્નાઈ અને હૈદરાબાદ માટે હશે. આ ઉપરાંત મુંબઈ, બેંગલુરુ અને
આગામી વર્ષે 16 એરક્રાફ્ટ સેવામાં આવશે
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, એર ઈંડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એગ્ઝીક્યૂટિવ ઓફિસર કેંપબેલ વિલ્સને કહ્યું કે, અમે એરક્રાફ્ટને સર્વિસમાં પાછા લાવવા માટે છેલ્લા 6 મહિનામાં પોતાના પાર્ટનર્સની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમને ખુશી છે કે, આ કોશિશના સારા પરિણામ નિકળીને આવ્યા છે. આપને જણાવી દઈએ કે, એર ઈંડિયામાં 70 એરક્રાફ્ટ સામેલ થશે. જેમાંથી 54 હાલના સમયમાં ચાલી રહ્યા છે. બાકીના 16 એરક્રાફ્ટ વર્ષ 2023ની શરૂઆતમાં સેવામાં આવશે.
- Advertisement -
હવાઈ ભાડાની મર્યાદા દૂર કરવાની જાહેરાત બાદ લેવાયો નિર્ણય
એર ઈન્ડિયાએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નિવેદનના એક દિવસ બાદ વધારાની ફ્લાઈટ્સ ચલાવવાનો નિર્ણય લીધો છે કે, કોવિડ-19ને કારણે હવાઈ ભાડા પર લાદવામાં આવેલી મર્યાદા દૂર કરવામાં આવશે. ઉડ્ડયન મંત્રાલયના આ નિર્ણય બાદ એર ઈન્ડિયા, વિસ્તારા, સ્પાઈસ જેટ, ઈન્ડિગો અને ગોફર્સ્ટ જેવી એરલાઈન કંપનીઓ તેમની ટિકિટના ભાવમાં વધારો કરી શકશે.