આજ તારીખ 21/10/2020 ના રોજ બોટાદ પોલીસ હેડ કવાટર્સના પરેડ ગ્રાઉન્ડ ખાતે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સંભારણા શહીદ દિનની ઉજવણી કરવામાં આવી હતી.
સવારે 08:00 કલાકે સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા આ દિનની ઉજવણી કરવામાં આવી હતી બોટાદ પોલીસ હેડ કવાટર્સના પરેડ ગ્રાઉન્ડમાં આભાસી શહીદ સ્મારક ફ્લેગ પોસ્ટ ઊભી કરવામાં આવી હતી અને જિલ્લાના તમામ પોલીસ અધિકારી તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા તથા ઉપસ્થિત તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા તથા પરેડ પ્લાટુન દ્વારા સલામી શસ્ત્ર આપવામાં આવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા ચાલુ ફરજ દરમ્યાન અવસાન પામેલ હોય તેવા તમામ પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓના નામ નું વાંચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કોરોનાવાયરસ ને અનુલક્ષીને તમામ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.