ગત રોજ દેશના પ્રથમ નાગરિક માટે મતદાન થયું હતું. જે બાદ મોડી રાતે મતપેટીઓ વિમાન દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવી હતી. આ ચૂંટણીમાં કુલ 98.90 ટકા વોટિંગ થયું હતું.
ચૂંટણી પંચે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં 4796 વોટરમાંથી 98.90 ટકાએ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદાન કર્યું હતું. દશ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં 100 ટકા વોટિંગ થયું છે. છત્તીસગઢ, ગોવા, ગુજરાત, હિમાચલ, કેરલ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, સિક્કિમ, તમિલનાડૂમાં તમામ ધારાસભ્યોએ વોટ કર્યો હતો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 4809 વોટમાંથી કુલ 4796 વોટ પડ્યા હતા. એટલે કે કુલ 13 સભ્યો (સાંસદો અને ધારાસભ્યોએ ) વોટ આપ્યો નહોતો. એટલે કે, કુલ 98.90 ટકા વોટિંગ થયું છે.
- Advertisement -
Polling for #PresidentialPolls held peacefully. Out of a total of 4796 electors in list of electoral college for #PresidentialPoll over 99% cast their votes. 100% voting by MLAs reported from CG, Goa,Gujarat, HP, Kerala, Karnataka, MP, Manipur,Mizoram,Puducherry, Sikkim & TN: ECI pic.twitter.com/b5CSTnp1Ek
— ANI (@ANI) July 18, 2022
- Advertisement -
સાંસદોના વોટની વૈલ્યૂ ઘટી
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એક સાંસદના વોટની કિંમત 708 હોય છે. પણ આ વખતે તે ઘટીને 700 રહી ગઈ હતી. હકીકતમાં જોઈએ તો, જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાનું ગઠન હજૂ સુધી ન થવાના કારણે આ સ્થિતિ ઊભી થઈ છે. રાજ્યોમં ધારાસભ્યોના મતની વૈલ્યૂ જનસંખ્યાના આધાર પર નક્કી થાય છે. યુપીના એક ધારાસભ્યના મતની કિંમત સૌથી વધારે 2088 છે, જ્યારે સિક્કિમના ધારાસભ્યોના મતની કિંમત 7 છે.
"After the polling for #PresidentialElections2022 concluded peacefully today, Mr Ballot Box boarded the flight to Delhi accompanied by respective AROsof Assam, Gujarat and Karnataka. The counting of votes is scheduled on July 21," tweeted the Election Commission of India pic.twitter.com/6clyXZ6V62
— ANI (@ANI) July 18, 2022
બેલેટ બોક્સ વિમાનોથી લાવવામાં આવ્યા દિલ્હી
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉપયોગમાં લેવાતી મત પેટી સોમવારે રાતે દિલ્હી પહોંચી ગઈ છે. આ પેટીઓને એવી જ રીતે પાછી લાવવામાં આવી છે, જેવી રીતે દિલ્હીથી રાજ્યોમાં લઈ જવામં આવી હતી. તેના માટે વિમાનોમાં મિસ્ટર બેલેટ બોક્સના નામથી અલગ સીટ બુક કરવામાં આવી છે. દિલ્હી તથા ચાર અન્ય પાડોશી રાજ્યમાંથી સંસદ ભવન સ્થિત સ્ટ્રોંગ રૂમમાં મતપેટીઓ પહોંચી ચુકી છે. ગુજરાત, કર્ણાટક, આસામ, રાજસ્થાનમાંથી પેટીઓ મોડી રાતે દિલ્હી પહોંચી હતી.
West Bengal | Polled ballot box of Presidential election being taken by Air India flight from Kolkata to New Delhi. ARO is accompanying.
(Source: CEO West Bengal) pic.twitter.com/mn3dzQNvAm
— ANI (@ANI) July 19, 2022
98.90 ટકા થયું વોટિંગ
ચૂંટણી અધિકારીએ પીસી મોદીએ જણાવ્યું હતું કે, સંસદ ભવનમાં 98.90 ટકા જનપ્રતિનિધિઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી અધિકારીએ મતદાન બાદ પત્રકારોને સંબોધન કરતા જણાવ્યુ હતું કે, 727 સાંસદો અને 9 ધારાસભ્યો સહિત કુલ 736 જનપ્રતિનિધિઓએ સંસદ ભવનમાં મતદાનની પરવાનગી હતી. ભાજપ સાંસદ સની દેઓલ સહિત આઠ સાંસદોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો નહોતો.