ડેનમાર્કના કોપેનહેગનમાં એક મોલની અંદર ભારે ગોળીબારી થઈ છે. આ ગોળીબારમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે
ડેનમાર્કના કોપનહેગનના એક મોલમાં ભારે ગોળીબાર થયો છે. તે ફાયરિંગમાં ઘણા લોકોના મોતના સમાચાર છે. પોલીસે ઘટના સ્થળેથી એક વ્યક્તિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કેટલા લોકો ઘાયલ થયા છે, પરંતુ કોપનહેગનના મેયર આ હુમલાને ખૂબ જ ગંભીર માને છે.
- Advertisement -
ફાયરિંગ બાદ ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
ઘટના સ્થળની કેટલીક તસવીરો પણ સામે આવી છે, જ્યાં લોકો ડરના માર્યા અહીંથી ત્યાં સુધી દોડતા જોવા મળી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મોલમાં જેવું ફાયરિંગ શરૂ થયું કે તરત જ લોકો બહાર દોડી આવ્યા હતા. જેને જે જગ્યા મળી તે ત્યાં જઈને સંતાઈ ગયો. કોઈએ દુકાનમાં આશ્રય લીધો હતો, તો કોઈ ખુલ્લી શેરીઓમાં દોડતું જોવા મળ્યું હતું. સ્થાનિકોનું કહેવું છે કે, ગોળીબારનો ખૂબ જ જોરથી અવાજ આવ્યો હતો. ફાયરિંગ બાદ ઘટના સ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. લોકોને આ વિસ્તારમાં હરવા-ફરવાની મનાઈ કરવામાં આવી છે. આ હુમલામાં અનેક લોકો માર્યા ગયા હોવાના અહેવાલ પણ પોલીસે આપ્યા છે. પરંતુ કોઈપણ પ્રકારના ડેટા હજી કોઈ પણ સ્પષ્ટતા કરી નથી.
ડેનમાર્કના કોપેનહેગનમાં એક મોલની અંદર ભારે ગોળીબારી
- Advertisement -
આ સંપૂર્ણ ઘટના અંગે મેયર સોફી હેસ્ટોરપ એન્ડરસને જણાવ્યું હતું કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે અથવા કેટલા લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ આ હુમલો ચિંતાનો વિષય છે, ખૂબ જ ગંભીર બાબત છે. મોટી વાત એ છે કે આ રવિવારે રાત્રે 11.30 વાગ્યે બ્રિટિશ પોપ સ્ટાર હેરી સ્ટાઇલ મોલ પાસે રોયલ એરિનામાં એક મોટો કોન્સર્ટ કરવાનો હતો. હજારો લોકોને આવના હતાં અને બધી ટિકિટો વેચાઈ ગઈ. હાલ તો પોલીસે આયોજકોને કાર્યક્રમ યોજવાની મંજૂરી આપી દીધી છે.
Shots were fired in a mall in #Copenhagen, in #Denmark. The Copenhagen police is treating this shooting inside the shopping center as a "serious mass victim event" and dozens of first emergency responders are parked outside the shopping center. All my support to Police. pic.twitter.com/LtX63jvnGk
— Other Europe 🇪🇺 (@other_europe) July 3, 2022
આ ગોળીબારમાં મોટી સંખ્યામાં જાનહાનિ થયા હોવાનું આવ્યુ સામે
ઘાયલોને કોપનહેગનની મોટી હોસ્પિટલ રિગ્સોસ્પિટાલેટમાં સારવાર માટે દાખલ કરવામાં આવી રહ્યા હોવાની પણ માહિતી મળી છે. હોસ્પિટલમાં હાલ ત્રણથી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. પરંતુ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ આંકડો થોડા જ સમયમાં વધી શકે છે, જેના કારણે હોસ્પિટલમાં નર્સો અને સર્જનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.