માણાવદર તાલુકા કોગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી દ્વારા મુખ્ય મંત્રી ને રજૂઆત
જીજીઆરસી દ્વારા ફુવારા પદ્ધતિ ના વર્ક ઓડર આપવાના બંધ કરેલ છે જેમાં મેં જીજીઆરસી ના ટોલ ફ્રી નબર સંપર્ક કરેલ તો ત્યાંથી જાણ મળેલ કે જીજીઆરસી માં કંપની ઓ ને ૬૫ હેકટર નું ટપક નું વેચાણ કરે તો તો તે ૩૫ હેકટર ના ફુવારા ના સેટ નું વેચાણ કરી શકે ખાસ કરી ને જુનાગઢ , પોરબંદર , ગીર સોમનાથ વિસ્તાર માં ખાસ કરી ને મગફળી નું પાક વધુ વાવેતર કરે છે જેના કારણે ખેડૂતો ફુવારા સિસ્ટમ વધુ વસાવે છે. હાલ ખાસ ખેડૂતો ને પીયત ની જરૂરીયાત હોય જે ખેડૂતો એ ૩ મહિના પહેલા જીજીઆરસી ઓફિસે ફુવારા ની સહાય લેવા અરજી કરેલ હોય પણ તેવા ખેડૂતો ને પણ જીજીઆરસી દ્વારા વર્ક ઓડર આપવામાં આવતા નથી સરકાર એક બાજુ ખેડૂતો ને સૂક્ષ્મ પીયત પદ્ધતિ વસાવવા માટે આગ્રહ કરે છે પરંતુ જે ખેડૂતો ને સિસ્ટમ વસાવવી હોય તો જીજીઆરસી મંજૂરી આપતા નથી સરકાર શ્રી ને ખેડૂતો ને સૂક્ષ્મ પીયત આપવાની હોય તો તાત્કાલિક મંજુરી આપો અથવા ફુવારા સહાય આપવા નું બંધ કરવાનું તો જાહેર કરો કે અમો ખેડૂતો ને ફુવારા ની સહાય આપવાના નથી તો ખેડૂતો તે બજાર માંથી સબસીડી વગર ખરીદી કરી લયે . હાલ ખેડૂતો સબસીડી ની લાલચ માં બજાર માંથી ખરીદી કરતા નથી અને સહાય મળતી નથી ખેડૂતો હાલ બહુ હેરાન થાય છે આ બાબતે તાત્કાલીક યોગ્ય કરવા વિનંતી માણાવદર તાલુકા કોગેસ પ્રમુખ અરવિંદભાઈ લાડાણી દ્વારા મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખી રજુઆત કરાય.
- Advertisement -
- જીજ્ઞેશ પટેલ માણાવદર