ભારતીય કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલએ યૂરોપીય લોકોની વચ્ચે કેરીની લોકપ્રિયતા વધા તેમજ તેના માર્કેટમાં કેરીની માંગ વધે તેવા હેતુ સાથે બેલ્જિયમના બ્રુસેલ્સમાં 17 જુનના મેંગો ફેસ્ટિવલનું ઉદઘાટન કર્યું છે. બેલ્જિયમ, લક્ઝમબર્ગ અને યુરોપીય સંઘમાં ભઆરતીય રાજદુત સંતોષ ઝાએ કહ્યું કે, યુરોપમાં ભારતીય કેરીની વધુ સંભાવના છે. તેની સાથે જ તેમણે કહ્યું કે, અમે ભાગ્યશાળી છીએ કે, કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલએ આ કાર્યક્રમનું ઉદઘાટન કર્યુ. મેંગો ફેસ્ટિવલ પહેલી વાર બેલ્જિયમમાં આયોજન કર્યુ છે.
- Advertisement -
તેમણે વધુમાં જણાવ્યું કે, મને આ વાતનો ગર્વ છે કે, મોટાભાગની કેરી મારા વતનનું રાજય બિહારથી છે. મેં પણ ઘણા વર્ષો પછી આ કેરીને ટેસ્ટ કરી છે. અહિંયા કેરીના વેપારની ઘણી સંભાવના છે.
- Advertisement -
યુરોપ-ભારત મુક્ત વેપાર વાર્તામાં કહ્યું કે, આ પહેલા મેંગો મેનિયાની શરૂઆત થઇ હતી, જેને વર્ષ 2013માં પ્રતિબંધ લગાવ્યો હતો. ભારતની પાસે હવે એક નવો દષ્ટિકોણ છે. જો આપણા સંબંધોમાં સકારાત્મકતા જળવાય રહે તો, આપણો વેપાર ઝડપથી વધી શકે છે.
આ કાર્યક્રમમાં ભાગ લેનાર ભારતીય દુતાવાસમાં કૃષિ સલાહકાર ડો. સ્મિતા સિરોહીએ કહ્યું કે, યૂરોપમાં યૂકે અને જર્મની ભારતીય માર્કટને સપોર્ટ કરશે. આ મેંગો ફેસ્ટિવલમાં ભારતીય કેરીની 7 જાતને પ્રદર્શિત કરવામાં આવી, જેમાં ઉત્તરપ્રદેશના મલિહાબાદ, દશહરી, આંધ્રબ્રદેશની બંગનપલ્લી, ઓડિશાની આમ્રપાલી, હિમસાગર, લક્ષ્મણ ભોગ, જર્દાલુ, લંગડા કેરીનો સમાવેશ થાય છે.