આરેણા નજીક ટેમ્પો-જઝ બસ વચ્ચે જોરદાર ટક્કર
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરથી વેરાવળ તરફ જઈ રહેલી એસ.ટી. બસ અને સોમનાથથી દ્વારકા દર્શનાર્થે જઈ રહેલો કલકત્તાનો પરિવારને અકસ્માત નડ્યો હતો. આરેણા નજીક ખોડાદા પાટીયા પાસે અકસ્માત સર્જાતા મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. બનાવ સ્થળે એકત્ર થઈ ગયેલા લોકોએ ઈજાગ્રસ્તોને વાહનની બહાર નિકાળ્યા હતા. તાત્કાલીક 108 અને આજુબાજુની અન્ય એમ્બ્યુલન્સો મારફતે ઘાયલોને માંગરોળ હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મામલતદાર, પોલીસ સ્ટાફ અને સેવાભાવી યુવાનો હોસ્પિટલે દોડી આવ્યા હતા.
- Advertisement -
આ અકસ્માતમાં ઘાયલ સેંતોની પોદાર, મનોજ સાહા અને સોર્જો પોદારને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. જ્યારે પ્રતોભા સાહા, બોબોનજી મોજીદાર, સરફરાઝ અલીમુહંમદ, વિમોલકુમાર સાહા, દિવા પ્રસાદ ઓરસીયા, રોતાબેન સાહા, ગૌરવ સાહા, બિનોયકુમાર સાહા, તારોકેશર પ્રસાદને પ્રાથમિક સારવાર આપી જુનાગઢ તેમજ એસ.ટી.ના ડ્રાઈવર દેવાભાઈ કડછાને પોરબંદર રિફર કરાયા હતા.