સિદ્ધુ મુસેવાલાની હત્યામાં પણ આ જ ગેંગ સામેલ
ભોલા શૂટરે ઝીંઝુડામાં લેન્ડ થયેલ ક્ધસાઈનમેન્ટમાંથી સાડા ત્રણ કિલો ડ્રગ્સ ખરીદ્યું હતું !
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પંજાબના જાણીતા ગાયક અને કોંગ્રેસ નેતા સિધ્ધુ મુસેવાલાની ઘાતકી હત્યામાં સામેલ લોરેન્સ બિશ્નોઈ ગેંગ મોરબીના ઝીંઝૂડા ડ્રગ્સકાંડમાં પણ સંડોવાયેલ હોવાનો ખુલાસો થયો છે. સિધ્ધુ મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગની સંડોવણી ખુલી છે. આ ગેંગના સાગરીત ભરત યાદવ ઉર્ફે ભોલા શૂટર નવેમ્બર 2021 માં મોરબીમાં ઉતરેલા ડ્રગ્સ ક્ધસાઈનમેન્ટમાંથી સાડા ત્રણ કિલો હેરોઈન ડ્રગ્સ લઈ ગયો હતો જોકે ભોલા શૂટરનું ત્રીજી માર્ચના રોજ જેલમાં રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યું હતું. ગુજરાત એટીએસ દ્વારા ગત નવેમ્બરમાં ડ્રગ્ઝ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો જેમાં મોરબી જીલ્લાના ઝીંઝુડા ગામના એક મકાનમાંથી 120 કિલો હેરોઈન ડ્રગ્સ એટીએસ દ્વારા પકડવામાં આવ્યું હતું. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લાના નાવદરા ગામમાંથી પણ 24 કિલો હેરોઈન એટીએસ દ્વારા કબ્જે કરવામાં આવ્યું હતું.
ઈશા રાવ બિશ્નોઈ ગેંગને ક્ધસાઈનમેન્ટ પહોંચાડે તે પૂર્વે જ અઝજ ત્રાટકી!
ઈશા રાવે ડ્રગ્સનું ક્ધસાઈનમેન્ટ પાકિસ્તાનથી ખરીદ્યું હતું જ્યારે ઈશા રાવના સાગરિતો લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો અંકિત જાખડ અને અરવિંદ યાદવને ડ્રગ્સ પહોંચાડવા ગયા ત્યારે તેઓ અઝજના હાથે પકડાઈ ગયા હતા. તેઓએ અઝજ સમક્ષ કબૂલાત કરી હતી કે ભારત ભૂષણે તેમને હેરોઈન મેળવવા અને પહોંચાડવા સૂચના આપી હતી.
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓના સંપર્કમાં બિશ્નોઈ !
એટીએસને ટ્રાન્ઝિટ વોરંટ પર ભોલા શૂટરની કસ્ટડી મળી હતી ત્યારે પુછપરછમાં તેણે ખુલાસો કર્યો હતો કે, ગેંગલીડર બિશ્નોઈ આંતરરાષ્ટ્રીય ડ્રગ્ઝ માફીયાઓ સાથે કનેકશન ધરાવે છે અને ગુજરાત માર્ગે દાણચોરી કરીને રાજસ્થાન, પંજાબ અને દિલ્હીમાં ડ્રગ્સ, મુખ્યત્વે હેરોઈનનું વેચાણ કરે છે.
- Advertisement -
બિશ્નોઈનો રાઈટ હેન્ડ ગોલ્ડી બ્રાર વર્ચ્યુલ કેનેડિયન નંબર વાપરે છે!
લોરેન્સ બિશ્નોઈનો રાઈટ હેન્ડ ગણાતો ગોલ્ડી બ્રાર એક વર્ચ્યુલ કેનેડિયન મોબાઈલ નંબરનો ઉપયોગ કરે છે જેનું વાસ્તવિક લોકેશન કંઈક અલગ અને આભાસી લોકેશન અલગ હોય છે.