સ્થાનિક લોકો,એનજીઓ,અધિકારીઓ સાથે બેઠક કરશે
વન અન પર્યાવરણ મંત્રી જૂનાગઢ જિલ્લાનાં પ્રવાસે આવી રહ્યાં છે. આજે સાંજનાં સાસણ પહોંચશે. બાદ ગીરનાં સંરક્ષિત વિસ્તારની મુલાકાત લેશે બાદ આવતીકાલે સ્થાનિક લોકો, એનજીઓ, અધિકારીઓ સાથે બેઠક યોજી વિવિધ મુદે ચર્ચા કરશે.મંત્રીનાં પ્રવાસને લઇને વન વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.વન અને પર્યાવરણ કલાઇમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી મંત્રી કિરીટસિંહ રાણા બે દિવસ જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં તા.23 મે 2022ને સોમવારે સાંજના 6-30 કલાકે ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લેશે. તેમજ તા.24 મે 2022ને સવારે ગીર સંરક્ષિત વિસ્તારની મુલાકાત લેશે. 8-30 કલાકે સ્થાનિક લોકો, એન.જી.ઓ., રિસોર્ટ,હોટલના પ્રતિનિધિઓ સાથે સિંહ સદન ખાતે બેઠક યોજાશે. બાદમાં 9-30 કલાકે વન વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને 11-10 કલાકે સાસણ ગીરથી પરત રાજકોટ એરપોર્ટ જવા રવાના થશે.