પૂર્વ મહંતે કહ્યું- સરવેમાં મળેલા શિવલિંગની પૂજા કરવા માટે અરજી કરીશું
ખાસ-ખબર સંવાદદાતા
વારાણસીના મા શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી વિવાદ પર જિલ્લા ન્યાયાધીશ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટ આજથી સુનાવણી કરશે. કોર્ટમાં ઉૠઈ સિવિલની અરજી ઉપરાંત હિન્દુ પક્ષ અને અંજુમન ઈન્તઝાનિયા મસ્જિદ કમિટી દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.જ્ઞાનવાપી કેસમાં પ્લેસ ઓફ વર્શિપ (સ્પેશિયલ પ્રોવિઝન્સ) એક્ટ, 1991 લાગુ પડે છે કે નહીં એ પણ કોર્ટમાં નક્કી કરવામાં આવશે. શક્ય એવું પણ છે કે એડવોકેટ કમિશનરની ટીમ દ્વારા જ્ઞાનવાપી કેમ્પસના સરવેના રિપોર્ટ પર ટૂંક સમયમાં ચર્ચા શરૂ થઈ શકે છે. સુનાવણી પહેલાં મુસ્લિમ પક્ષના વકીલ અભયનાથ યાદવનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું હતું કે પહેલા એ નક્કી કરવું જોઈએ કે મામલો ચલાવવા યોગ્ય છે કે નહીં?
- Advertisement -
જ્ઞાનવાપી મસ્જિદ સ્થિત વજુખાનામાં મળેલા પથ્થરની આ નક્કર રચના અંગે એક પક્ષ દાવો કરે છે કે એ શિવલિંગ છે. બીજા પક્ષનો દાવો છે કે એ એક જૂનો ફુવારો છે. ડિસ્ટ્રિક્ટ જજ પાસે સુનાવણી પૂર્ણ કરવા માટે 8 અઠવાડિયાંનો સમય છે. 20 મેના રોજ સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે જ્ઞાનવાપી કેસને વારાણસી જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે 51 મિનિટની સુનાવણીમાં સ્પષ્ટ કહ્યું હતું કે કેસ ચોક્કસ અમારી પાસે છે, પરંતુ પહેલા વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેની સુનાવણી થવી જોઈએ.