મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે તાલીમ, સ્પોર્ટ્સમાં મદદ
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનની સરહદથી નજીક આવેલા પંજાબના ગટ્ટીમસ્તા ગામના જ્ઞાનસિંહ કામ કરીને જે કમાણી કરતા, તે બધી જ દારૂ પીવામાં ઉડાડી દેતા. તેનાથી પુત્ર પર પણ તેની ખરાબ અસર પડતી હતી. બીએસએફ (સીમા સુરક્ષા દળ) ના પરામર્શ અને સારવાર બાદ દારૂનું સેવન છૂટી ગયું. હવે જે પણ કમાય છે, તેને પરિવારની ખુશી માટે ખર્ચ કરે છે. ગામની જ ગુરમેઝ કોર જણાવે છે કે, પતિ મજૂરીકામ કરે છે, પરંતુ તેનાથી ઘર ચલાવવું મુશ્કેલ છે. બે બાળકો પણ છે. બીએસએફના કેમ્પમાં સિલાઇકામની તાલીમ લીધી. હવે આત્મનિર્ભર છું. સાથે જ પરિવારનું ગુજરાન ચલાવવા માટે મદદ કરવામાં સમર્થ બની છું. ગામના યુવા આકાશ સિંહ જણાવે છે કે, અભ્યાસ બાદ હું બેરોજગાર હતો. ઇજઋ કેમ્પમાં મને વીજળીથી જોડાયેલા કામની ટ્રેનિંગ મળી. હવે દર મહિને 8 થી 10 હજારની આવક છે. હવે તો આસપાસના ગામમાંથી પણ લોકો કામ માટે બોલાવે છે. આ બદલાવ પાક. સીમાથી જોડાયેલા પંજાબના 553 કિમીની સીમાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. આ ગ્રામ્ય વિસ્તારોમાં ઇજઋની અંદાજે 140 કંપનીઓ તહેનાત છે. સુરક્ષા સાથે આ જવાનો સીમા પાસે આવેલા ગ્રામ્ય વિસ્તારોના લોકોના જીવનમાં પણ પરિવર્તન લાવી રહ્યાં છે. ફિરોઝપુર સેક્ટરની વાત કરીએ તો અંદાજે 100 ગામો બોર્ડર વિસ્તારમાં છે. ઇજઋ આ ગામોમાં યુવાઓ માટે ટ્રેનિંગ કેમ્પ શરૂ કરીને તેઓને આર્મીમાં જોડાવવા માટે પ્રેરિત કરે છે. દરેક ગામમાં જઇને લોકોને નશાની વિરુદ્વ જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને સીમાપારથી થતી ડ્રગ્સની દાણચોરીને રોકી શકાય. ઉપરાંત મહિલાઓને રોજગારી પૂરી પાડવા તેઓને સામાન પણ ઉપલબ્ધ કરાવાઈ રહ્યો છે.