ચાર શખ્સો ઓફિસમાં આવી રૂપિયાની માંગણી કરી : ફરિયાદ નો
ખાસ ખબરસંવાદાતા
જૂનાગઢનાં તળાવ દરવાજે ઓફીસમાં આવી ચાર શખ્સોએ છરીની અણીએ રૂપિયાની માંગણી કરી હતી.
તેમજ વધારે રૂપિયા માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
જૂનાગઢનાં ગોકુલનગર સોસાયટીમાં રહેતા તુસાર પ્રવીણભાઇ સોજીત્રા અને તેના દીકરા હર્ષ તથા મીત્ર હીતેષભાઈ જોષીની ઓફીસે જૂનાગઢ તળાવ દરવાજે બેઠા હતાં.
તે દરમિયાન ગાંઘી જેન્તિભાઇ સોંલકી, સુનીલ પ્રવીણભાઇ સોંલકી, વિરાટ ડાભી,ગૌતમ પાતર આવ્યા હતાં અને જેન્તિએ છરી બતાવી ગળામાં રાખી પૈસા મુદે બળજબરી કરી હતી. તેમજ વધારે રૂપિયાની માંગણી કરી હતી.
રૂપિયા નહી આપવા મુદે બોલાચાલી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે તુસારભાઇએ બી ડીવીઝન પોલીસમાં ગાંધી જેન્તિભાઇ, સુનીલ સોલંકી, વિરાટ ડાભી અને ગૌતમ પાતર સામે ફરિયાદ નોંધાવી છે.