દાંતરડા સાથે પ્રવેશ કરી શખ્સોએ તોડફોડ કરી 2100નું નુકશાન કર્યું
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ તાલુકાનાં બામણગામ અને ચોકલી ગામની દરગાહમાં અજાણ્યા શખ્સે દાતરડા સાથે પ્રવેશ કરી તોડફોડ કરી હતી.આ તોડફોડમાં રૂપિયા 2100નું નુકશાન થયું હતું.
આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો તપાસ હાથ ધરી છે.બનાવની મળતી વિગત મુજબ જૂનાગઢનાં બામણગામ પાસે રોડ ઉપર આવેલી ગેમનશા પીરની દરગાહમાં સફેદ કલરની કારમાં અજાણ્યો શખ્સ આવ્યો હતો અને દાતરડા સાથે દરગાહમાં પ્રવેશ કર્યો હતો. દરગાહમાં પ્રવેશ કરી તોડફોડ કરી હતી અને રૂપિયા 2000નું નુકશાન કર્યું હતું.
આ ઉપરાંત ચોકલી ગામ નજીકની દરગાહમાં પણ તોડફોડ કરી હતી અને રૂપિયા 100નું નુકશાન કર્યું હતાં.આમ બામણગામ અને ચોકલી ગામની દરગાહમાં કુલ રૂપિયા 2100નું નુકશાન કર્યું હતું.
આ અંગે બામણગામનાં ઇરફાનભાઇ મહમદભાઇ સમાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઇસમ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.