એસઓજીએ રાજસ્થાનનાં અખેપુરથી બેને દબોચી લીધા
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
જૂનાગઢનાં દોલતપરામાંથી રૂપિયા 23.37 લાખના ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો. બાદમાં આ મામલે એસઓજી પીઆઇ એ.એમ. ગોહિલેને તપાસ સોંપાઇ હતી. તપાસ દરમિયાન આરોપીની પૂછપરછ કરતા આ ગુનામાં રાજસ્થાનના 2 શખ્સની સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. બાદમાં એસપી રવી તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એસઓજીની ટીમ અન્ય સપ્લાયરને ઝડપી લેવા કાર્યરત હતી. એસઓજી PI એ.એમ. ગોહિલ, PSI જે.એમ. વાળા, વાયરલેસ PSI એમ.જે. કોડિયાતર તેમજ સ્ટાફે રાજસ્થાનથી પ્રહલાદ કેશુરામ લબાના અને લલીત ભવરલાલ લબાના (રહે. બન્ને અખેપુર- રાજસ્થાન) વાળાને દબોચી લીધા હતા અને વધુ તપાસ હાથ ધરી છે. જોકે આ ઘટનનાં પોલીસે વધુ 3 શખ્સને ધડપકડ કરી છે. ભેંસાણનાં ઉત્તમ કોટડીયાની સંડોવણી ખૂલી છે. ભેંસાણનો ઉત્તમ કોટડીયા સુરત અને રાજસ્થાનથી સીધો જ ડ્રગ્સનો જથ્થો મંગાવતો હતો અને વેચાણ કરતો હતો. પોલીસે તેની અટક કરી તપાસ હાથ ધરી છે.


