WHOના ડાયરેક્ટર જનરલ ઘેબ્રેયસસ આજે રાજકોટ પહોંચશે. અહીં તેઓ WHOના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપશે. ગુરૂવારે બ્રિટીશ વડાપ્રધાન અમદાવાદ આવશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા ભાજપ પ્રમુખ નડ્ડા પણ આવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ સોમવારથી ત્રણ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની કોરોના વાયરસને કારણે મૃત્યુની ગણતરી કરવાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યા બાદ વિવાદ વચ્ચે તેઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાત પ્રવાસ દરમિયાન ડો. ટેડ્રોસ ઘેબ્રેયસસ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપશે. ઘેબ્રેયસસ 18મી એપ્રિલે એટલે કે આજે રાજકોટ પહોંચશે જ્યાં તેઓ રાત્રી રોકાણ કરવાના છે. મંગળવારે, તેઓ PM મોદી સાથે જામનગરમાં WHOના ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસમાં હાજરી આપશે.
- Advertisement -
વિધાનસભા ચૂંટણી વર્ષમાં ભારતીય-વિદેશી મહેમાનોના પ્રવાસથી તર્ક-વિતર્કો. ગાંધીનગર, જામનગર, બનાસકાંઠા તથા દાહોદમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો: સંખ્યાબંધ ટવીટ. મોરેશિયસના વડાપ્રધાન તથા વિશ્વ આરોગ્ય સંગઠનના વડા રાજકોટમાં; કાલે મોદી સાથે જામનગરના કાર્યક્રમમાં સામેલ થશે.
બુધવારે, ઘેબ્રેયસસ ગાંધીનગરમાં પીએમ મોદી સાથે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં 90 થી વધુ વક્તા અને 100 થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે. સમિટ વેલનેસ ઉદ્યોગ સાથે સંકળાયેલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નવીનતા, સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે રોકાણના માર્ગો શોધવામાં મદદ કરશે.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વર્ષમાં વ્હેલી ચૂંટણીની અટકળો વચ્ચે રાજયમાં ચાલુ સપ્તાહમાં ભારતીય વિદેશી મહાનુભાવોનો મેળાવડો થવાનો છે. આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે પહોંચી રહ્યા છે. મોરેશિયસના વડાપ્રધાન આજે રાજકોટના મહેમાન બન્યા છે. વિશ્વ આરોગ્ય સંગઠનના વડા કાલે જામનગરમાં હાજર રહેશે. બ્રિટનના વડાપ્રધાન બોરીસ જોનસન ગુરુવારે અમદાવાદ આવશે. ભાજપના રાજકીય પ્રમુખ જે.પી.નડ્ડા તથા અમીત શાહના ગુજરાત પ્રવાસો પણ ગોઠવાયા છે.
- Advertisement -

રાજકોટ કલેક્ટર મહેશ બાબુએ રવિવારે જણાવ્યું હતું કે GCTM પરંપરાગત દવાઓ માટે વિશ્વની પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક ચોકી હશે. તેમણે કહ્યું કે, ઘેબ્રેયસસ ગાંધીનગરમાં આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટમાં હાજર રહેશે. વડાપ્રધાન મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન થવાનું છે. આખુ સપ્તાહ ગુજરાતમાં રાજકીય મહાનુભાવોનો મુકામ રહેવાનો હોવાથી વ્યાપક રાજકીય-રાજદ્વારી ધમધમાટ રહેવાનું સ્પષ્ટ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ તથા ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા પણ ગુજરાત આવવાના છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ડો. ટેડ્રોસ ધેબ્રેસસ આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે બે કાર્યક્રમોમાં ભાગ લેવાના છે તે પુર્વે જ વિવાદ સર્જાયો છે. ન્યુયોર્ક ટાઈમ્સના રીપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં કોરોના મોતના સાચા આંકડા જાહેર કરતા અટકાવી છે. ભારતમાં સતાવાર મૃત્યુઆંક 5.20 લાખ છે જયારે વિશ્વ આરોગ્ય સંગઠનના અનુમાન મુજબ 40 લાખ છે તેનાથી વિવાદ થયો છે અને કોંગ્રેસે સવાલ પણ ઉઠાવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજથી ત્રણ દિવસ ગુજરાતમાં મુકામ કરશે અને શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપશે. ખાતમુર્હુત-લોકાર્પણના અનેક કાર્યક્રમો ગોઠવાયા છે. ગાંધીનગર, બનાસકાંઠા, જામનગર તથા દાહોદ જીલ્લાઓમાં આ કાર્યક્રમ ગોઠવાયા છે. ગુજરાત પ્રવાસ પુર્વે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રેણીબદ્ધ ટવીટ કર્યા હતા. એક ટવીટમાં તેઓએ એમ કહ્યું કે વિશ્ર્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)ના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડીશ્નલ મેડીસીનનું ખાતમુર્હુત આવતીકાલે જામનગરમાં થશે તે સમગ્ર ભારતીયો માટે ગર્વની બાબત છે. આ કેન્દ્રથી વૈશ્વિક આરોગ્યને આગળ ધપાવવા ચીકીત્સાની પારંપરીક પદ્ધતિના ઉપયોગના પ્રયાસો મજબૂત બનશે. બનાસ ડેરીના નવા પ્રોજેકટથી સ્થાનિક કિસાનો વધુ સશક્ત બનશે અને કૃષિ-ડેરી ક્ષેત્રને મુલ્યવર્ધનમાં મદદ મળશે.
વડાપ્રધાનના 3 દિવસના કાર્યક્રમ
18 એપ્રિલ: સાંજે 5:30 કલાકે અમદાવાદ પહોંચશે. સાંજે 6 કલાકે ગાંધીનગર કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લેશે. રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે
19 એપ્રિલ: બનાસ ડેરીના વિવિધ પ્રોજેકટનું ખાતમૂહુર્ત કરશે. દિયોદર ખાતે જનસભામાં હાજર રહેશે. દિયોદર બાદ જામનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી બપોરે 1.20 વાગે જામનગર પહોંચશે.5 વાગે અમદાવાદ આવશે રાત્રે રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
20 એપ્રિલ: પીએમ મોદી મહાત્મા ગાંધી મંદિર કાર્યક્રમમાં હાજરી આપશે. દાહોદ અને પંચમહાલમાં વિવિધ પ્રોજેકટોનું ખાતમુરત કરશે. સાંજે 6 વાગે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે.


