શોકસર્કીટની બારદાન સળગી ગયા, ચણાની ખરીદી અટકી
ભેંસાણમાં શોકસર્કીટીનાં કારણે આગ લાગતા 800થી વધુ બારદાન સળગી ગયા છે. જેના કારણે ચણાની ખરીદી અટકી પડી હતી. ભેંસાણમાં સરકાર દ્રારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.પરંતુ બારદાનના અભાવે ખરીદી બંધ થતાં ખેડૂતો ને ધક્કા ખાવા પડી રહ્યાં છે. ભેંસાણમાં છેલ્લા કેટલાક સમયથી ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવી રહી છે.સારા ભાવ મળતા ખેડૂતોમાં રાહત પ્રસરી હતી. જો કે 5 દિવસથી બારદાન ખાલી થઈ ગયા છે. અને ખરીદી થતી નથી. આ ઉપરાંત ખેડૂતો મેસેજની રાહ જોઈ બેઠા છે. પરંતુ મેસેજ ન આવતાં હોય કેન્દ્ર પર પહોંચી રહ્યાં છે.ત્યાં તપાસ કરતા બારદાન ન હોય ખરીદી બંધ થઈ હોવાનું જાણવા મળ્યું હતું.અને જો ચણા ખુલ્લા બજારમાં વેંચવા જાય તો માત્ર રૂ.900 જ મળી રહ્યાં છે. જેથી પ્રતિમણ 150 રૂપિયાનું નુકસાન થતું હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે.



