ફિનાઇલની બોટલની 100 પેટીની આડમાં દારૂ ઘુસાડાઈ રહ્યો હતો
LCBએ ટ્રક સહિત 4 વાહન કબજે કરી 1 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો
જૂનાગઢનાં માખીયાળામાં પોલીસને રેઇડ પાડી દારૂનો મોટો જથ્થો પડકી પાડ્યો હતો. જૂનાગઢ એલસીબીએ રૂપિયા 72.73 લાખનો દારૂ, 1 ટ્રક, 2 બોલેરા,1 બાઇક મળી રૂપિયા એક કરોડનો મુદામાલ કબજે કર્યો હતો. બુટલેગરો ફીનાઇલની બોટલની 100 પેટની આડમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કર્યો હતો.
મળતી વિગત મુજબ જૂનાગઢનાં માખીયાળામાં વિદેશી દારૂ ઉતારીને તેની કટિંગ કરવાનું હોય જૂનાગઢ એલસીબી પોલીસને બાતમી મળી હતી. બાતમીનાં આધારે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સુચનાથી એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, ઙજઈં બડવા સહિતની ટીમે વોચ ગોઠવી હતી અને દારૂનું કટિંગ થાય તે પહેલા પોલીસ ત્રાટકી હતી. બુટલેગરનો દારૂ ઘુસાડવાનો ઇરાદો નિષ્ફળ બનાવ્યો હતો. આ અંગે LCB P.I. એચ.આઇ. ભાટીએ કહ્યું હતું કે, માખીયાળા નજીક ફીનાઇલની બોટલની 100 પેટીનાં આડમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો. પોલીસે રેઇડ પાડી દારૂની પેટી નંગ 1503 બોટલ 18 હજાર કિંમત રૂપિયા 72,73,720 ઝડપી લીધી હતી. તેમજ એક ટ્રક, બે બોલેરો, એક બાઇક મળી કુલ વાહન 4 મળી કુલ રૂપિયા 1,01,58,320નો મુદામાલ કબજે કર્યો હતો.



