જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે વિરોધ કાર્યક્રમ
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા દ્વારા 700 શિક્ષકો અને કર્મચારીઓએ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની માંગ સાથે ધરણા કર્યાં હતાં.રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ભારતીય મજદૂર સંઘ ,રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન સંયુક્ત મોરચા દ્વારા જૂનાગઢમાં સરદાર બાગ ખાતે જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવાની મુખ્ય માંગ સાથે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 700થી વધુ શિક્ષકો અને કર્મચારીઓ જોડાયા વિવિધ કર્મચારી યુનિયનો, વિવિધ સામાજિક, ધાર્મિક સંસ્થાઓ, સંગઠનોનાં લોકો જોડાયા હતાં. સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી અને કલેકટર ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધરણા અને રેલીનાં કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતાં. જૂની પેન્શન યોજનાએ હક અમારો જેવા સૂત્રોચ્ચાર સાથે તડકા અને ગરમીમાં શિક્ષકો અને કર્મચારીઓ જોડાયા હતા. જૂની પેન્શન યોજનાએ શિક્ષકો અને કર્મચારીઓનો પ્રાણ પ્રશ્ન છે, જ્યારે કોઇપણ કર્મચારી નિવૃત્ત થાય છે ત્યારે તેમની વૃધ્ધા અવસ્થાની પણ શરૂઆત થતી હોય છે અને જો તેમને પેન્શન ન મળે તો તેમની હાલત ખુબ જ દયનીય થાય છે. આ પ્રશ્ન લાખો કર્મચારીઓ અને તેમના કુટુંબાને સ્પર્શ કરતો ગંભીર પ્રશ્ર્ન છે.ત્યારે વહેલી તકે ફરીથી જુની પેન્શન યોજના શરૂ કરવા માંગ કરાઇ છે.



