By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે: SOG સમિટ મુદ્દે ચીન
    19 hours ago
    જો કોર્ટ ટેરિફ વિરુદ્ધ ચુકાદો આપે તો ‘1929માં મહામંદી’નો સામનો કરવો પડશે
    22 hours ago
    “આશા છે કે ભારત યુદ્ધનો અંત લાવવા……..,” યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામે ઈન્ડિયાને યુક્રેન સંઘર્ષનો અંત લાવવામાં મદદ કરવા વિનંતી કરી
    24 hours ago
    કેલિફોર્નિયામાં ઝડપથી વધતી આગને કારણે હજારો લોકોનું સ્થળાંતર
    1 day ago
    સ્પેનમાં મુસ્લિમ ધાર્મિક તહેવારો ઉજવવા પર રોક, લોકોમાં આક્રોશ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય સેના અને વાયુસેનાને 200 નવા હેલિકોપ્ટર મળશે
    20 hours ago
    ધરાલીમાં કાટમાળ નીચે રડારથી લોકોની શોધખોળ શરૂ: 650નું રેસ્ક્યૂ
    20 hours ago
    દિલ્હીમાં ગમે ત્યારે પૂરની આશંકા યમુનાનું જળસ્તર ડેન્જર લેવલ પર તંત્ર એલર્ટ
    20 hours ago
    ભારતીય રેલવેની ઓફર આવવા-જવાની ટિકિટ એક સાથે બુક કરવા પર 20% ડિસ્કાઉન્ટ
    20 hours ago
    અપીલ દરમિયાન જ જેલસજા પૂરી થાય તે ન્યાયની મજાક સમાન જ છે : સુપ્રીમ
    20 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દુષ્કર્મના આરોપમાં પાકિસ્તાની બેટ્સમેનની ધરપકડ, PCBએ સસ્પેન્ડ કરીને કડક કાર્યવાહી કરી
    2 days ago
    ક્રિકેટરોનું વર્કલોડ મેનેજમેન્ટ હવે બોર્ડ નક્કી કરશે
    4 days ago
    44મી ગુજરાત સ્ટેટ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટિશન, 2025માં રાજકોટનું ગૌરવ વધારતા શોટગન શૂટર
    5 days ago
    ટીમ ઇન્ડિયા આગામી ક્રિકેટ મેચ ક્યારે રમશે? જુઓ આગામી ટુર્નામેન્ટ અને શ્રેણીની સંપૂર્ણ યાદી
    5 days ago
    ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત બાદ WTCમાં ભારતનું સ્થાન 3 નંબર પર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કપિલ શર્માના કેનેડા કાફેમાં મહિનામાં બીજી વાર 25થી વધુ ગોળીબાર
    2 days ago
    હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની દિલ્હીમાં હત્યા કરાઈ
    2 days ago
    કાજોલે હિન્દી બોલવાની સ્પષ્ટ ના પાડતા, સોશિયલ મીડિયામાં થઈ ટ્રોલ
    4 days ago
    ફિલ્મી કરિયર ઝીરો પણ સંપત્તિની વાત કરવામાં આવે તો 500 કરોડનો માલિક છે અરબાઝ ખાન
    6 days ago
    મોટા પપ્પા મારા મૃતક પિતાની મિલકત પચાવી પાડવા પ્રયાસ..,રાજકોટની ક્રિષ્ટીનાએ સોશિયલ મીડિયા પર જણાવી પોતાની વ્યથા
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન
    2 days ago
    રક્ષાબંધન પર રાખડી બાંધવાનું શુભ મુહુર્ત સવારથી શરૂ
    3 days ago
    ભારત સિવાયમાં બીજા આ દેશોમાં પણ ઉજવાય રક્ષાબંધન
    5 days ago
    રાખડી આકર્ષિત તો દેખાય છે પણ શું રંગથી પણ કાઈ ફરક પડે છે ? ચાલો જાણીએ
    5 days ago
    આજે પંચનાથ મહાદેવને ફૂલોનો શણગાર: ભક્તોની ભીડ ઉમટી
    6 days ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લોધિકાના હરિપર તરવડા ગામે ખાણ ખનીજ વિભાગના દરોડા, લાખો ટન ખનીજચોરીની આશંકા
    3 days ago
    માત્રને માત્ર મહિલા કર્મચારીને હેરાનગતિ કરતા અને ફરજ પ્રત્યે બેદરકાર રહેવાના કારણોસર દિનેશ સદાદિયાને તગેડી મૂકાયો
    5 days ago
    સસ્પેન્શ બાદ પોલીસ કાર્યવાહીથી બચવા દિનેશ શંભુ સાદાદિયાના હવાતિયાં
    6 days ago
    રાજકોટ RTOનું નવુ બિલ્ડિંગ તૈયાર પરંતુ R&B પાપે ખંઢેર બન્યું !
    2 weeks ago
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્રકૃતિમાં દરેક રંગનું આગવું મહત્ત્વ છે, તેનું શાસ્ત્ર સમજીએ તો આપણું કલ્યાણ કરી શકીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > પ્રકૃતિમાં દરેક રંગનું આગવું મહત્ત્વ છે, તેનું શાસ્ત્ર સમજીએ તો આપણું કલ્યાણ કરી શકીએ
AuthorRajesh Bhatt

પ્રકૃતિમાં દરેક રંગનું આગવું મહત્ત્વ છે, તેનું શાસ્ત્ર સમજીએ તો આપણું કલ્યાણ કરી શકીએ

Khaskhabar Editor
Last updated: 2022/03/26 at 5:04 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

લીલો રંગ તમારી જિંદગીને બનાવે લીલીછમ! 

સ્પેસ, લેન્ડ । સેલ્ફ
– રાજેશ ભટ્ટ

વાસ્તુમાં રંગો પંચતત્ત્વોની ઊર્જાને સંતુલિત કરવામાં ઘણાં સહાયરૂપ થતાં હોય છે. દરેક રંગ શીતળ (ઠંડો), ગરમ કે તટસ્થ પ્રકૃત્તિ ધરાવે છે તેથી ઘરમાં પ્રવૃત્તિ અનુસાર કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવો તે માટે તમારા નિષ્ણાંતની સલાહને અનુસરી ચોક્કસ લાભ મેળવી શકાય. જેમ કે ગયા સપ્તાહે ચર્ચા થયા મુજબ બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ દાંપત્ય જીવનમાં અશાંતિ સર્જી શકે છે. આમ પણ ઘરની અંદરની બાજુ ડાર્ક કે ઘાટા કલરનો વધારે ઉપયોગ કરવો સલાહભર્યું નથી. ઘણાં લોકો ઘરમાં એક જ ડાર્ક કલરની થીમ પૂરા ઘરમાં લગાવતાં હોય છે જે બરાબર નથી.

Contents
લીલો રંગ તમારી જિંદગીને બનાવે લીલીછમ! સ્પેસ, લેન્ડ । સેલ્ફ – રાજેશ ભટ્ટ લીલો (ગ્રીન)કાળો રંગપીળો રંગપીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે, ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણી પવિત્રતા ધરાવતો આ કલર છે. સફેદ રંગબ્લ્યુ રંગ ઓરેન્જ (નારંગી) રંગગુલાબી રંગલીલો કલર એ પ્રકૃત્તિએ મનુષ્યને આપેલ આશીર્વાદ છેમંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ સફેદ રંગનો ઉપયોગ કરી શકાય.ઓરેન્જ (નારંગી) રંગ કલર વ્યવસાય (ધંધા)ના સ્થળે ઉપયોગ કરી શકાય.બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ બ્લ્યુ રંગનો ઉપયોગ કરી શકાય.રસોડાની અંદર કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ ટાળવો જોઈએ.પૃથ્વી તત્ત્વના અન્ય રંગો જેવા કે બ્રાઉન, વુડ, ક્રીમ, આઈવરી કલરનું ફ્લોરિંગ વાપરવું સારૂં રહેશે.ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ કરવો નહિં.પીંક (ગુલાબી) કલરનો ઉપયોગ બેડરૂમમાં કરી શકાય.ખાનપાન કે રેસ્ટોરન્ટની જગ્યામાં લાલ રંગનો ઉપયોગ કરી શકાય.

જેવી રીતે ભોજનમાં આપણને વિવિધ વાનગીઓ સ્વાદ અને આનંદ આપે છે તેમ ઘરમાં દરેક રંગનો દિવાલ પર, ફર્નીચર કે કલાકૃતિમાં સારી ઊર્જાને આકર્ષવામાં ઉપયોગ કરી શકાય છે. ઈજિપ્ત, યુરોપિયન દેશો તથા ચાઈનામાં પણ રંગોના માધ્યમથી શારીરિક અને મનોચિકિત્સાની સારવારની પદ્ધતિઓ અમલમાં હતી. પાછલા લેખમાં વાસ્તુ અને કલર અનુસંધાનમાં લાલ કલર વિશે ચર્ચાઓ કરી હતી. આ અંકમાં આપણે લાલ જેવા જ બીજા મહત્ત્વના કલર વિશે સમજીએ.

- Advertisement -

The Meaning of Colors in Cultures Around the World

લીલો (ગ્રીન)

લીલો રંગ ઉત્તર દિશા અને બુધ ગ્રહ સાથે સંકળાયેલો છે. લીલો રંગ હિલીંગ માટે સૌથી સારો રંગ છે. બીમાર વ્યક્તિને ઝડપથી રિકવરીમાં સહાયરૂપ છે. પહેલાંના સમયમાં એટલે જ હોસ્પિટલમાં કપડાં તથા પડદાઓમાં ગ્રીન કલર ઘણો જોવા મળતો હતો. લીલો રંગ એ પ્રકૃત્તિ અને વિકાસ સાથે સંબંધ ધરાવે છે. લીલા રંગમાં પરિસ્થિતિઓને બેલેન્સ કરવાનો ગુણ છે. વારંવાર આવતાં ગુસ્સાને ક્ધટ્રોલ કરવામાં ગ્રીન (લીલો) કલર ઉપયોગી છે. આર્થિક લાભ મેળવવા આ રંગનો ઉપયોગ વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવે છે. ટ્રાફિક સિગ્નલ પર રહેલી લીલી લાઈટ પણ આપણને આગળ વધવાની સંજ્ઞા આપે છે. મનુષ્યને ભરપૂર ઓક્સિજન અને ફળો આપતાં વૃક્ષો લીલા રંગના છે. કોઈ પણ વસ્તુના પ્રસાર કે વિસ્તાર કરવામાં ગ્રીન કલર મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ઘર કે ઓફિસમાં લીલો રંગ દિવાલ પર કે ફર્નીચરમાં ઉપયોગમાં ન લઈ શકાય તેમ હોય તો ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.

કાળો રંગ

કાળો રંગ એ ગ્રહોમાં શનિ ગ્રહ સાથે સંકળાયેલો છે તેથી કાળા રંગથી ઘણાં લોકો ગભરાતા હોય છે તથા જીવનમાં લગભગ બધી જગ્યાએ કાળા રંગનો ઉપયોગ કરવાનું ટાળતા હોય છે. વાસ્તવમાં જીવનમાં દરેક રંગનું ચોક્કસ મહત્ત્વ છે તથા દરેક રંગની જરૂરિયાત પણ એટલી જ છે. ફક્ત આપણે એ રંગ કેટલી માત્રામાં ઉપયોગ કરવાનો છે, તેના માટે વિવેક બુદ્ધિનોઉપયોગ કરવાનો છે, ફેશનની દુનિયામાં કાળો રંગ ખૂબ જ ફેવરિટ રહ્યો છે. કેમ કે કાળો રંગ ઊર્જાને પોતાની તરફ આકર્ષે છે તેથી ઘર ડિઝાઈન કરતી વખતે ઘણાં લોકો બધું જ ઈન્ટિરિયર બ્લેક કલર કરવાનું પસંદ કરતાં હોય છે. કોઈ પણ રંગ વધારે માત્રામાં વાપરવાથી આપણે ઊર્જાની ગતિને અસંતુલિત કરીએ છીએ અને નુકસાન કરતાં હોઈએ છીએ, તેથી કાળા રંગનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો. નજર ન લાગે તે માટે આ રંગનો ઉપયોગ થતો હોય છે. બાળક સુંદર કે દેખાવડું હોય તો માતા બાળકને કાળા કાજળનું ટપકું લગાવે છે જેથી નજર ન લાગે. તેવી જ રીતે ઘર કે ઓફિસમાં પણ મર્યાદિત પ્રમાણમાં કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ કરી શકાય છે. કાળા કલરનો વધુ પડતો ઉપયોગ અસ્થિરતા તથા તણાવ વધારે છે તથા જીવનમાં ચડાવ-ઉતારની પરિસ્થિતિઓ સર્જે છે.

- Advertisement -

પીળો રંગ

પીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે. ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણો પવિત્રતા ધરાવતો આ કલર છે. ઘણાં લોકો ગુરુ મહારાજની કૃપા મેળવવા પીળા વસ્ત્રો રોજિંદા જીવનમાં ધારણ કરતાં હોય છે અથવા પીળા કલરના હળદર, ચંદન કે કેસરનું તિલક અને ચંદન કરતાં હોય છે. પીળો રંગ એ પૃથ્વી તત્ત્વ સાથે સંકળાયેલો હોવાથી સ્થિરતાનો રંગ છે. રોજબરોજના જીવનમાં આપણે ફ્લોરીંગમાં ક્રીમ, બ્રાઉન, આઈવરી કલરનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. પીળો રંગ સ્થિરતા સાથે સલામતી અને સમૃદ્ધિમાં પણ સહાયરૂપ થતો હોય છે.

પીળો રંગ એ ભૂમિ તત્ત્વનો રંગ છે, ગ્રહોની અંદર દેવ ગ્રહ ગુરુ મહારાજ સાથે સંકળાયેલો હોવાથી ઘણી પવિત્રતા ધરાવતો આ કલર છે. 

સફેદ રંગ

સફેદ રંગ પવિત્રતા સાથે સંકળાયેલો રંગ છે. આ એક નિર્દોષ કલર છે. મનને ખૂબ જ શાંતિ આપનાર આ રંગ છે. મંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ આ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. સફેદ રંગમાં તટસ્થતાનો ગુણ હોવાથી અન્ય રંગો સાથે ઉપયોગમાં લઈ શકાય. બેઠક રૂમમાં સફેદ રંગ લગાવવો સારૂં રહેશે. હવે વાચકમિત્રો એ રંગ વાપરતા પહેલાં એક વાત ધ્યાનમાં રાખવાની છે કે જરૂરી નથી કે દિવાલ પર ચોક્કસ રંગ લગાવવાથી જ વાસ્તુ ઠીક થાય. જો આપ દરેક દિવાલ પર અલગ-અલગ કલર લગાવશો તો આખું ઘર સપ્તરંગી થઈ જશે.

તમો જે તે દિશા તથા ત્યાંના તત્ત્વોના આધારે તે રંગ કે અનુકુળ આકારની અન્ય ઘર વપરાશ કે સજાવટની વસ્તુ અથવા તે રંગની ફોટોફ્રેમ પણ રાખી શકો છો. હા, એક વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ દિશા કે ખૂણામાં તેનો એન્ટી વિરોધી કલર કે તેની વસ્તુઓ ના રાખવી. છેલ્લાં બે અંકોમાં રંગો વિશે આપણે ઘણી માહિતી મેળવી. વાચકમિત્રોના પ્રશ્ર્નોના જવાબ ઘણાં સમયથી આપી શકાયા નથી જેનો સમાવેશ આવતા સપ્તાહે કરીશું.

બ્લ્યુ રંગ

બ્લ્યુ રંગ એ જળ તત્ત્વનું પ્રતિનિધિત્વ કરે છે. જીજ્ઞાસાવૃત્તિ વધારવા તથા નવા તર્કસંગત વિચારોમાં આ રંગ ઘણો મદદરૂપ બને છે. બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ આ રંગનો ઉપયોગ કરી શકાય. રસોડાની અંદર આ રંગનો ઉપયોગ ટાળવો જોઈએ. અધ્યાત્મ સાથે સંકળાયેલો આ રંગ ઠંડી પ્રકૃત્તિ દર્શાવે છે અને શાંતિ અને સંતોષની અનુભૂતિ આપે છે. હંમેશા નવી તાજગી આપતાં આ રંગનો ઉપયોગ નાના બાળકોના પ્લે હાઉસમાં કરી શકાય.

ઓરેન્જ (નારંગી) રંગ

ઓરેન્જ (નારંગી) કલરથી જીવનમાં ઊર્જાનો સંચાર થાય છે. આ રંગ સૂર્ય સાથે સંકળાયેલો હોવાથી નવી તાજગી અને સારા વિચારો આપનાર છે. આ કલરની અંદર જવાબદારી અને નવી તકો આપતો હોવાથી ઘર કરતાં વ્યવસાય (ધંધા)ના સ્થળે આ રંગનો ઉપયોગ કરી શકાય. મહત્ત્વાકાંક્ષી લોકો માટે ઓરેન્જ (નારંગી) રંગ ખૂબ ઉપયોગી છે. જાહેર જીવનમાં સંકળાયેલા લોકો માટે ઓરેન્જ કલરનો ઉપયોગ અકલ્પનીય લાભ આપી શકે છે.

ગુલાબી રંગ

આ રંગ પ્રેમ અને સ્નેહ સાથે સંકળાયેલો રંગ છે. માસ્ટર બેડરૂમની અંદર નવવિવાહિત દંપતિ પીંક (ગુલાબી) રંગનો ઉપયોગ કરી શકે છે. પતિ-પત્ની વચ્ચે આ રંગ સારું- આનંદી વાતાવરણ સર્જવામાં સહાયરૂપ બને છે. વિવાહ યોગ્ય ક્ધયાના રૂમમાં પણ પીંક (ગુલાબી) રંગ વાપરી શકાય.

લીલો કલર એ પ્રકૃત્તિએ મનુષ્યને આપેલ આશીર્વાદ છે

  • મંદિરો અને ધ્યાન કરવાની જગ્યાએ સફેદ રંગનો ઉપયોગ કરી શકાય.
  • ઓરેન્જ (નારંગી) રંગ કલર વ્યવસાય (ધંધા)ના સ્થળે ઉપયોગ કરી શકાય.
  • બાળકોની રમત-ગમત કે નવું શીખવાની જગ્યાએ બ્લ્યુ રંગનો ઉપયોગ કરી શકાય.
  • રસોડાની અંદર કાળા રંગ (બ્લેક કલર)નો ઉપયોગ ટાળવો જોઈએ.
  • પૃથ્વી તત્ત્વના અન્ય રંગો જેવા કે બ્રાઉન, વુડ, ક્રીમ, આઈવરી કલરનું ફ્લોરિંગ વાપરવું સારૂં રહેશે.
  • ઘરમાં રિયલ ઈન્ડોર પ્લાન્ટ્સ (છોડ) અચૂક રાખવા.
  • બેડરૂમમાં લાલ કે કાળા કલરનો વધુ ઉપયોગ કરવો નહિં.
  • પીંક (ગુલાબી) કલરનો ઉપયોગ બેડરૂમમાં કરી શકાય.
  • ખાનપાન કે રેસ્ટોરન્ટની જગ્યામાં લાલ રંગનો ઉપયોગ કરી શકાય.

You Might Also Like

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

મારો નાથ નથી મારાથી દૂર

નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક

‘ઓપીટી’ પિરિયડનો ગેરઉપયોગ: વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં

પોરબંદરનો આજે 1036મો સ્થાપના દિવસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં પરશુરામ જયંતિની શાનદાર ઉજવણી કરાશે
Next Article શેર બજારમાં 67 લાખ ડૂબતાં યુવકનો આપઘાત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
મારો નાથ નથી મારાથી દૂર
નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક
‘ઓપીટી’ પિરિયડનો ગેરઉપયોગ: વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં
અમે વડાપ્રધાન મોદીના સ્વાગત માટે તૈયાર, આ મિત્રતાનું સંમેલન હશે: SOG સમિટ મુદ્દે ચીન
શાંતિનિકેતન કોલેજના વિદ્યાર્થીઓએ સમાજના વિવિધ વર્ગોના લોકો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

શિવાલય માત્ર પૂજા સ્થળ નહીં, જીવનનો સંદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Shailesh Sagpariya

મારો નાથ નથી મારાથી દૂર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
Author

નાના બાળકો અને ટીનએજરને માર્ગદર્શન આપવામાં ફર્ક

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?