જુનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનીરીક્ષક સાહેબશ્રી મનીન્દરસીંગ પવાર સાહેબની સુચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી રવીનેજા વાસમશેટ્ટી સાહેબનાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.ડી. પુરોહીત સાહેબ માંગરોળનાઓના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી / જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે પોલીસ ઇન્સ . શ્રી એન.આઇ. રાઠોડ સાહેબ તથા પોલીસ સ્ટાફ માંગરોળ મરીન પો.સ્ટેના સ્ટાફન્ના પો.હેડ કોન્સ . ડી.એ. ડોંડીયા તથા પો.કોન્સ કીશોરભાઇ મેરામણભાઇ નાઓને અગાઉથી ચોકકસ બાતમી અન્વયે જુગારનો અખાડો ચાલતો હોવાની હકિકત અન્વયે અગાઉથી મહે.નાયબ પોલીસ અધિક્ષક સાહેબ માંગરોળ વિભાગ માંગરોળ નાઓનુ જુ.ધા. કલમ -૬ મુજબનુ ખાસ વોરંટ મેળવી અગાઉથી મળેલ ચોકકસ બાતમી વાળી જગ્યાએ ખરાઇ કરતા મનોજ ભીખાભાઇ બારીયા રહે.સાંગાવાડા મેદા વાડી વિસ્તાર વાળો પોતાના ઘરે જુગારનો અખાડો ચલાવતો હોય અને હાલ ચાલુ હોવાની ખરાઇ કરી રેઇડ દરમ્યાન કુલ નવ આરોપીઓને રોકડ રૂ .૧,૦૭,૩૦૦ / – તથા મો.ફોન નંગ -૬ કી.રૂ ૪૦૫૦૦ / – તથા મો.સા નંગ -૨ કી.રૂ .૬૦૦૦૦ / ની મળી કુલ રૂ . ૨,૦૭,૮૦૦ / – ના મુદામાલ સાથે કુલ નવ જુગારીઓને જુગાર રમતા પકડી પાડી માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે તેઓની સામે ધોરણસરની કાર્યવાહી કરી જુ.ધા. કલમ ૪૫ મુજબનો ગુન્હો રજી . કરવામાં આવેલ છે . પકડાયેલ જુગારીઓ ( ૧ ) મનોજભાઇ ભીખાભાઇ બારીયા ( ૨ ) નયન ઉર્ફે નાગણી ડાયાભાઇ કામરીયા ( ૩ ) નરેશભાઇ દેવાભાઇ માલમ ( ૪ ) બાબુભાઇ મુળાભાઇ બારીયા ( ૫ ) બાલુભાઇ રામભાઇ ચુડાસમાં ( ૬ ) સતીષ પરસોતમભાઇ ભરડા ( ૭ ) અરવિંદભાઇ બાબુભાઇ બામણીયા ( ૮ ) વિમલભાઇ હીરાભાઇ ભરડા ( ૯ ) પંકજ ધનાભાઇ ચુડાસમાં કબજે કરવામાં આવેલ મુદ્દામાલ કુલ.રોકડ રૂ .૧,૦૭,૩૦૦ / – તથા મો.ફોન નંગ -૬ કી .૪૫૦૦ / – તથા મો.સા નંગ -૨ કી.રૂ .૬૦૦૦૦ / ની મળી કુલ રૂ . ૨,૦૭,૮૦૦ / -ના મુદામાલ કજે કરેલ છે આ કામગીરીમાં પોલીસ ઇન્સ . શ્રી એન.આઇ. રાઠોડ તથા પો.હેડ કોન્સ.એચ.બી . ડોડીયા તથા પો.હેડ કોન્સ . ડી.એ.ડોડીયા તથા પો.હેડ કોન્સ એસ.આર.ખેર તથા પો.કોન્સ પ્રતાપસિંહ ભીખુભાઇ તથા પો.કોન્સ . રાજુભાઇ પેથાભાઇ તથા પો.કોન્સ . કીશોરભાઇ મેરામણભાઇ તથા પો.કોન્સ દોલતસિંહ માણસુરભાઇ વિગેરે પોલીસ સ્ટાફ સાથે રહી આ કામગીરી કરેલ છે .
ઇમરાન બાંગરા-માંગરોળ