પ્રજાને અપમાનીત કરી દંડ ફટકારતી પોલીસને કોણ દંડશે?
ઉચ્ચઅધિકારીઓ અજાણ?, કે આંખ આડકાન?
- Advertisement -
જૂનાગઢમાં કાળા કાચ અને પોલીસ નેમપ્લેટવાળા વાહન બેરોકટોક દોડી રહ્યાં છે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં વારંવાર પોલીસ અને ટ્રાફીક પોલીસ રસ્તા પર ઉભા રહી લોકોને દંડવાનું કાર્ય કરી રહી છે. માત્ર દંડ વસુલવા પુરતું સીમીત નથી, લોકોને મન પડે તેમ અપમાનીત પણ કરે છે. સામાન્ય પ્રજા આગળ પોલીસ સિંધમ બને છે. પરંતુ કેટલાક પોલીસનાં કર્મચારીઓ જ કાયદા અને ટ્રાફીકનાં લીરે લીરા ઉઠાડી રહ્યાં છે અને જાહેરમાં કાયદાનો ભંગ કરી રહ્યાં છે.
- Advertisement -
જૂનાગઢમાં શહેરમાં આ પ્રકારનાં બેફામ બનેલા કેટલાક પોલીસ કર્મચારીઓથી પ્રજા ત્રસ્ત બની છે. આવા કર્મચારીઓ જૂનાગઢમાં એક પણ ટ્રાફીકાનાં નિયમનું પાલન કરતા નથી. જૂનાગઢમાં કાળા કાચવાળી અનેક પોલીસની ગાડીઓ દોડી રહી છે. પોલીસ અને ટ્રાફીક પોલીસે કાળા કાચવાળાને દંંડ કરતા હોય છે. પરંતુ કાયદાનું પાલન કરાવવાની જવાબરદારી જેના માથે છે તે જ પોલીસ કાયદાનું પાલન કરતી નથી. અને સતાનાં મદમાં બેફામ બની શહેરમાં ફરી રહ્યાં છે અને પ્રજાને રંજાડી રહ્યાં છે. એટલું નહી પોલીસની નેમ પ્લેટ રાખવાની પણ માનાઇ છે. પરંતુ જૂનાગઢમાં કેટલાક પોલીસવાળા પોતાનાં વાહનમાં આગળ પોલીસની નેમ પ્લેટ રાખી રોફ જમાવી રહ્યાં છે. જાહેરમાં કાયદાનું ધજાગરા ઉઠાડી રહ્યાં છે. જૂનાગઢમાં બેસતા ઉચ્ચઅધિકારીઓ જાણે આવા વાહન ચાલકોથી અજાણ છે કાં તો આંખ આડાકાન કરી રહ્યાં છે. તેવું પણ બની શકે કે આવા પોલીસ કર્મચારીઓ ઉચ્ચઅધિકારીઓને ગાઠતા પણ ન હોય કા તેમનાં લાડલા હોય. સામાન્ય પ્રજા સામે ડ્રાઇવ કરતી પોલીસે કોઇ દિવસ પોતાનાં જ કર્મચારીઓ સામે ડ્રાઇવ કરવી જોઇએ અને સતાનાં મદમાં ફરતા આવા પોલીસ કર્મચારીઓને પણ કાયદાનું ભાન કરાવવું જોઇએ.
સામાન્ય પ્રજાને હંમેશા અપમાનીત અને ગેરવર્તન કરનાર આવા પોલીસને કાયદાનું ભાન કરાવવાની જરૂર છે. આ ઉપરાંત કાયદો તમામ માટે સમાન હોય છે. કાળા કાચ કે આગળ પાછળનાં કાચમાં લખાણ રાખી શકાતું નથી. તેમજ પોલીસ પોતાનાં ખાનગી વાહનમાં પણ પોલીસની નેમપ્લેટ રાખી શકતી નથી. ત્યારે પોલીસને કાયદામાં શું વિશેષ અધિકાર મળી ગયો છે ?.પ્રજાને અપમાનીત કરી દંડ ફટકારતી પોલીસને કોણ દંડ ફટકારશે ? શું ઉચ્ચઅધિકારીઓ અજાણ છે ? કે પછી આંખ આડકાન કરી રહ્યાં છે ?જેવા અનેક સવાલ જૂનાગઢની પ્રજામાંથી ઉઠ્યાં છે.
આડેધડ પાર્કિંગ કરી દે છે
જૂનાગઢમાં ખાનગી વાહનમાં પોલીસની નેમ પ્લેટ રાખી રોફ જમાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ માર્ગો પર આડેધડ પાર્કિંગ કરી દે છે. સામાન્ય પ્રજાને રોડ પર વાહન પાર્ક કરે તો પોલીસ તેને દંડ ફટકારે છે. અથવા તો વાહન ડિટેઇન કરી લે છે. પરંતુ કાયદાને ઘોરીને પી જનારા આવા પોલીસ કર્મચારીઓ સામે કોઇ એક શબ્દ પણ ઉચ્ચારી શકતું નથી.
પાછળ નંબર પ્લેટ પણ નહી
પોલીસની નેમ પ્લેટ લાગડી ફરતા લોકો માત્ર કાળા કાચ કે આડેધડ પાર્કિંગનો કાયદો જ નથી તોડતા. ખાનગી વાહનમાં પાછળ નંબર પ્લેટ પણ લગાડતા નથી અને કાયદાનો ભંગ કરે છે.
SY, Dy.sp, PI કક્ષાનાં અધિકારી ડ્રાઇવ કરશે ?
જૂનાગઢમાં ખાનગી વાહનમાં પોલીસની નેમ પ્લેટ લાગડી ફરતા લોકો સામે એસપી,ડીવાયએસપી,પીઆઇ કક્ષાનાં અધિકારકીઓ ડ્રાઇવ ચલાવશે ? કે પછી માત્ર સામાન્ય અને લાચાર પ્રજા પર કાયદાની ચાબુક ચલાવશે?
પોલીસ કર્મીને પોલીસ નેમ પ્લેટની શું જરૂર ?
પોલીસ કર્મચારીઓ એવું શું કામ કરે છે કે તેમને પણ પોતાનાં વાહનમાં પોલીસની નેમ પ્લેટ લગાડવાની જરૂર પડે છે. સામાન્ય રીતે પોલીસને તેના જ વિભાગનાં લોકો ઓળખતા હોય છે, તો પછી એવું શું કારણ છે કે તેમને નેમ પ્લેટ રાખવી પડે છે. પોલીસ નેમ પ્લેટ વાળા વાહનમાં તેમનાં સગા સબંધીઓ ફરી રહ્યાં છે ?.


