જૂનાગઢની શાળાનાં છાત્રો કલા મહોત્સવ અને ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં વિજેતા
સોલાર સંચાલિત બે કૃતિ જિલ્લા કક્ષાએ પંસદગી પામી
- Advertisement -
જૂનાગઢનાં સુખનાથ ચોકમાં આવેલી મારી પ્રાથમિક શાળાનાં છાત્રો કલા મહોત્સવ તથા ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ ક્રમાંકે વિજેતા બનાવ્યાં હતાં. હાલમાં યોજાયેલ કલા મહોત્સવ 2022 મારી પ્રાથમિક શાળાનો બે વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ પસંદ થયા છે. જેમાં વાઘેલા ભાર્ગવ ભાવિનકુમાર ચિત્ર સ્પર્ધામાં સાપુતારા ખાતે સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમજ બેરા એન્જલ હરેશભાઈ વકૃત્વ સ્પર્ધામાં ગાંધીનગર મુકામે સ્પર્ધામાં ભાગ લીધો હતો. શાળાનાં શિક્ષક ભાવિનભાઈ વાઘેલા અને વીણાબેન કરંગીયાએ છાત્રોને માર્ગદર્શન આપ્યું હતું.
આ ઉપરાંત હાલમાં તાલુકા કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં મારી પ્રાથમિક શાળાની બે કૃતિઓ જેમાં સોલાર દ્વારા બહુહેતુક ખેતી પદ્ધતિઓ તથા સોલાર દ્વારા રોબોટ બંને કૃતિઓ જિલ્લા કક્ષામાં પસંદ થયેલ છે. આ બંને કૃતિના માર્ગદર્શક શિક્ષક તરીકે મેઘનાથી મુકેશગિરી શિવગીરી તથા વાઘેલા ભાવિલકુમાર રહ્યાં હતાં. તેમજ બાળ વૈજ્ઞાનિક તરીકે અજબા કાદરી, રેશમા કાદરી, શેખ અકશા, એન્જલ બેરા દ્વારા કૃતિની રજૂઆત કરવામાં આવી હતી. શાળાને આ સિદ્ધિ આપવા બદલ આચાર્ય જયભાઈ વસવેલીયા, પુનમબેન ચૌહાણ, એસએમસી મારી પ્રાથમિક શાળા દ્વારા અભિનંદન પાઠવ્યાં હતાં.


