જૂનાગઢનાં શિક્ષકોને વિવિધ કામગીરીમાં વ્યસ્ત : શિક્ષણ કાર્ય પર માઠી અસર
શાળામાં એપ્રિલમાં પરીક્ષાઓ શરૂ થશે : અભ્યાસક્રમ પણ પૂર્ણ થયા નથી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ સહિત રાજ્યમાં પ્રાથમિક શાળાનાં આચાર્ય અને શિક્ષકો પાસે વિવિધ પ્રકારની 24 જેટલી કામગીરી કરાવવામાં આવી રહી છે. જેના કારણે શિક્ષણ કાર્યમાં માઠી અસર પડી રહી છે. તેમજ એપ્રિલમાં પરીક્ષા શરૂ થવાની છે અને હજુ મોટાભાગનાં અભ્યાસ ક્રમ પૂર્ણ થયા નથી.
જૂનાગઢ સહિત રાજયની પ્રાથમિક શાળામાં શિક્ષણને લઇ સવાલ ઉઠી રહ્યાં છે. અનેક શાળાઓ બંધ થઇ છે. તો અનેક શાળામાં છાત્રોની સંખ્યા ઓછી છે. પ્રાથમિક શાળામાં આવતા છાત્રોને યોગ્ય શિક્ષણ ન મળતું હોવાનાં આક્ષેપ થતા રહે છે. તેની પાછળનું મુખ્ય બે કારણ છે. એક તો શિક્ષકોની ઘટ અને બીજુ શિક્ષકોને અન્ય પ્રવૃતિમાં વ્યસ્ત રાખવામાં આવી રહ્યાં છે. અન્ય પ્રવૃતિમાં શિક્ષકો વ્યસ્ત રહેતા શિક્ષણ કાર્ય ઉપર માઠી અસર પડી રહી છે. જૂનાગઢ સહિત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી શાળાનાં આચાર્ય અને શિક્ષકોને શિક્ષણ સિવાયની પ્રવૃતિમાં વ્યસ્ત રાખવામાં આવ્યાં છે. છેલ્લા એક મહિનામાં 24 પ્રકારની કામગીરી શાળાનાં આચાર્ય અને શિક્ષકો કરી રહ્યાં છે. બીજી તરફ એપ્રિલમાં પરીક્ષાઓ શરૂ થશે અને અભ્યાસ ક્રમ પણ પૂર્ણ થયા નથી.
- Advertisement -
આગામી પરીક્ષાને લઇ છાત્રો પણ મુજવણમાં મુકાઇ ગયા છે. પ્રાથમિક શાળાનાં શિક્ષકોઓ રોષ વ્યકત કર્યો હતો કે, અન્ય પ્રવૃતિ છાત્રો માટે જરૂરી છે. પરંતુ એટલી પણ ન કરાવવી જોઇએ કે તેની અસર શિક્ષણ ઉપર પડશે. સરકારે યોગ્ય એન જરૂરી પ્રવૃતિઓ કરાવવી જોઇએ. જેથી કરીને સમય મર્યાદામાં શિક્ષણ કાર્ય પણ પૂર્ણ થઇ શકે.હાલ એક મહિનાથી શાળાનાં શિક્ષણ કાર્ય પર અસર પડી છે.
કઈ કઈ કામગીરી કરાવી ?
1. ખેલ મહાકુંભ એન્ટ્રી ઓનલાઇન.
2. આધાર ડાયસ એન્ટ્રી.
3. શિષ્યવૃત્તિ એન્ટ્રી.
4. ઓનલાઇન હાજરી દરરોજ શિક્ષક અને વિદ્યાર્થીઓની.
5. એકમ કસોટી દર અઠવાડિયે લેવાની.
6. એકમ કસોટી જોવાની.
7. એકમ કસોટીના માર્ક ઓનલાઇન કરવાના.
8. એક ભારત શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ.
9. ઓનલાઇન સ્પર્ધાઓ ની એન્ટ્રી.
10. કલા મહાકુંભ.
11. ઇનોવેશન ફેર જિલ્લામાંને રાજ્યમાં.
12. સાયન્સ ફેસ્ટિવલ ઓનલાઇન.
13. દીક્ષા એપમાં ટ્રેનિંગ ઓનલાઇન.
14. બાઇસેગ માં ટ્રેનિંગ.
15. ફૂડ સિક્યુરિટી બિલ-અનાજ વિતરણ અને પૈસા બેંકમાં જમા કરવાના દર બે મહિને.
16. વાય બ્રેક પ્રોટોકોલ એપ્લિકેશન.
17. ફિટ ઇન્ડિયા ઓનલાઇન એન્ટ્રી.
18. આર્ટિફિશિયાલ ઇન્ટેલિજન્સ પ્રોગ્રામ.
19. વોટ્સએપ કસોટી ઓનલાઇન ભરવાની દરેક વિદ્યાર્થીએ ફરજિયાત.
20. એનએમએમએસની ઓનલાઇન કસોટી ભરાવવાની ઓનલાઇન.
21. બાઇસેગમાં એનએમએમએસના ઓનલાઇન પાઠ બતાવવાના.
22. દર અઠવાડિયે જુદા જુદા સર્વેની લિંક આવે જેમાં શિક્ષકે ફીડબેક ફરજિયાત આપવાના.
23. ઉજાસ ભણી કાર્યક્રમ વિદ્યાર્થીને બતાવવાનો અને નોંધ:પોથી બનાવવાની.
24. સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારની એપમાં ઓનલાઇન સર્વે ભરવાનો.
25. નિપુણ ભારત અભિયાનની ઓનલાઇન ટ્રેનિંગ.
ખેલ મહાકુંભમાં ફરજિયાત એન્ટ્રી કરાવડાવી
ખેલ મહાકુંભમાં જૂનાગઢ જિલ્લો રાજયમાં પ્રથમ ક્રમે છે. 2 લાખ જેટલી એન્ટ્ર થઇ છે. પ્રાથમિક શાળામાં ફરજિયાત એન્ટ્રી કરાવડાવવા સુચના અપાઈ હતી.
ખાનગી શાળા કોઇ નિયમ પાળતું નથી
બીજી તરફ ખાનગી શાળાઓનાં સંચાલકો કોઇ નિયમ પાળતા નથી.વાર્ષીક પરીક્ષા પણ પોતાની અનુકુળતા લે છે. પોતાની મનમાની ચલાવે છે. ખાનગી શાળામાં અમુક જ શાળાઓ ખેલ મહાકુંભ, કલામહોત્સવ જેવી પ્રવૃતિમાં ભાગ લે છે. તેની સામે સરકારી શાળામાં ફરજિયાત ભાગ લેવો પડે છે.


