ગ્રીષ્માના પરિવારનો કેસ સરકારી ખર્ચે વકીલ લડશે
અસંવેદનશીલ ઘટનાનાં વીડિયો ઉતારવાની ઘેલછાનો વધુ એક માસુમનો ભોગ લીધો…
ખાસ-ખબર સંવાદદાતા
કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટાબાપા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જો કે યુવક લાજવાને બદલે ગાજ્યો હતો અને યુવતીના ઘર બહાર પહોંચી જઇને હોબાળો કર્યો હતો.
સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે હર્ષ સંઘવીએ મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. હર્ષ સંઘવીએ ગઇકાલે રવિવારે પરિવારની મુલાકાત લીધી હતી. દરમિયાન પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરશે. તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ લડવા સરકારી ખર્ચે વકીલ કેસ લડશે.

- Advertisement -
https://www.youtube.com/watch?v=SHduAWQaRVw
બુદ્ધિપૂર્વક બચાવના પ્રયાસોની કમીએ સુરતની ગ્રીષ્મા વેકરિયાનાં જીવનને ગ્રહણ લગાડ્યું
એકતરફી પ્રેમમાં અંધ થયેલા ફેનિલ ગોયાણીએ જઘન્ય અપરાધ કરીને લોકોને વિચારતાં કરી દીધા છે કે આજની યુવાપેઢી કંઈ દિશામાં આગળ વધી રહી છે ? 21 વર્ષીય ગ્રીષ્મા વેકરીયાએ કલ્પના પણ નહીં કરી હોય કે તેનું મૃત્યુ એક દિવસ આવી રીતે સોશિયલ મીડિયામાં વાયુવેગે ફરતું થશે. સોશિયલ મીડિયામાં અસંવેદનશીલ બાબતોના વીડિયો મુકવાની ઘેલછાનો ટ્રેન્ડ વઘતો જાય છે. માનવતા મરી પરવારી હોય એ રીતે કરૂણ ઘટનાનો વીડિયો ઉતારવાની હિંમત ધરાવતો માણસ તેને રોકવાની હિંમત લગીરે કરતો નથી. ગ્રીષ્મા રડીને બચાવવા માટે મદદ કરી રહી હતી પરંતુ કોઈપણ વ્યક્તિએ બુદ્ધિનો ઉપયોગ કરીને તેને બચાવવાના નક્કર પ્રયાસો ન કર્યા. તમાશો જોઈને વીડિયો ઉતારતા લોકોએ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ પણ કર્યો. ગ્રીષ્માના જીવનને ગ્રહણ લાગતાં આપડે અટકાવી શક્યા હોત પરંતુ અફસોક કે એવું કરવામાં આપણે નિષ્ફળ નીવડ્યા.
- Advertisement -
યુવકના પિતાએ કહ્યું કે મારો જ સિક્કો ખોટો
આરોપી યુવકના પિતાએ આ ઘટના બાદ જણાવ્યું હતું કે, ફેનિલ મારો દિકરો છે, પરંતુ આજે કહું છું કે, અમારો ખોટો સિક્કો છે. તે અમારા કહ્યામાં નથી. તેના વિશે ગ્રીષ્માના પરિવારે ફરિયાદ પણ કરી હતી. ત્યારે મેં ફેનિલને ઠપકો આપ્યો હતો. ફેનિલે તે વખતે મને જણાવ્યું કે, હવેથી હું ગ્રીષ્માને હેરાન નહીં કરું, પરંતુ ત્યાર બાદ પણ તે સુધર્યો ન હતો. તેણે જે કર્યું તે શરમજનક છે. કાયદો તેને ફાંસીની સજા પણ આપશે તો અમને મંજૂર છે.
સુરતમાં બેફામ બન્યા ગુંડા તત્વો, 13 દિવસમાં 7 હત્યા
એક તરફ જ્યાં ગૃહરાજ્ય મંત્રી પોલીસની છબી સુધારવાનો પ્રયત્ન કરે છે. ગુજરાત પોલીસ ક્રાઇમને રોકવા માટે પોલીસ સજ્જ હોવાનો દાવો કરે છે ત્યારે ગૃહમંત્રીનું શહેર જ ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે. શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાય તેનું ધ્યાન રાખતી પોલીસ સુરતમાં ક્રાઇમ રોકવામાં નિષ્ફળ નીવડી છે. સુરતમાં છેલ્લા 13 દિવસમાં 7 હત્યાઓ બની. જે જોતા કહી શકાય કે સુરત ક્રાઇમ કેપિટલ બની ગયુ છે. સુરતમાં હત્યાનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી. સુરતમાં આરોપીઓને પોલીસનો ડર ન હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં છેલ્લા 13 દિવસોમાં હત્યાની 7 ઘટનાઓ બની. સુરત પોલીસ ક્રાઇમને રોકવામાં સદંતર નિષ્ફળ ગઇ છે. સુરતમાં સતત બની રહેલી ક્રાઇમની ઘટનાએ ખરેખર ચિંતાજનક છે.હ્યું છે કે, 7-7 વાર યુવતીના પરિવાર સાથે હત્યારા યુવકનું સેટલમેન્ટ થયું હતું. પરંતુ બદનામીના ડરથી પરિવારે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં આવી ગયા છે. હર્ષ સંઘવીએ ગઇકાલે રવિવારે પરિવારની મુલાકાત લીધી હતી. દરમિયાન પરિવારે જણાવ્યું છે કે, હત્યારાને જાહેરમાં ફાંસીએ લટકાવો. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણુંક કરશે. તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ લડવા સરકારી ખર્ચે વકીલ કેસ લડશે.



