ઓક્ટોબર – 2023 સુધીમાં એઇમ્સ સંપૂર્ણ થશે : એઇમ્સ પાસે આવેલ તળાવ પર લેઈક વ્યુપોઈન્ટ બનાવાશે
રાજકોટ એઇમ્સમાં મળનાર સુવિધાઓ
રાજકોટ એઇમ્સમાં પણ ટેલિમેડીસીનની સુવિધા
કેમ્પસમાં હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, ડોક્ટર્સ બિલ્ડીંગ, કિચન સહિતના વિભાગ
દર્દીઓને લેપટોપના માધ્યમથી સીધા જ ડોક્ટર્સ સાથે કન્સલ્ટ કરાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે
એઇમ્સ સુધી પહોંચવા સીટી બસ સેવા
રેલવે સ્ટેશન, એરપોર્ટ બસ સ્ટેશન દસ કિલોમીટરના એરિયામાં જ આવતા હોઈ દર્દીઓ માટે વાહન-વ્યવહારની સુવિધા
ગુજરાતની પ્રથમ રાજકોટ ખાતેની નિર્માણાધીન એઇમ્સ હોસ્પિટલની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સ્થળ મુલાકાત કરી અધિકારીઓ સાથે ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક કરી હતી, અને ગુજરાતની રાજકોટ એઇમ્સને અદ્યતન સાધન, સુવિધા અને સારવાર થકી મોડેલ એઇમ્સ બનાવવાની નેમ ઉચ્ચારી હતી.

- Advertisement -
મંત્રી માડવીયાએ રાજકોટ એઇમ્સ હોસ્પિટલમાં સેવા આપતા તજજ્ઞ પ્રોફેસર્સ ડોક્ટર્સની ટીમનો લાભ એકેડેમિક, ઓ.પી.ડી. ઉપરાંત જિલ્લાના 216 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ તેમજ શહેરના આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓને વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે ટેલિમેડીસીન સુવિધાનો ઉમેરો કરવા સૂચન કર્યું હતું. જેમાં કેન્દ્ર ખાતે આવતા દર્દીઓને લેપટોપના માધ્યમથી સીધા જ એઈમ્સના ડોક્ટર્સ સાથે કન્સલ્ટ કરાવી શકાય તે પ્રકારે વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આમ ગ્રામીણ અને શહેરી જરૂરિયાતમંદ દર્દીઓને વિશેષ માર્ગદર્શન મળી રહેશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી એ એઇમ્સ ખાતે ઓ.પી.ડી. બિલ્ડીંગની વ્યવસ્થાની જણકારી અંગે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમજ કેમ્પસમાં હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, ડોક્ટર્સ બિલ્ડીંગ, કિચન સહિતના વિભાગની બોધકામની કામગીરી નિહાળી હતી. દિલ્હીથી પી.એમ.એસ.એસ.વાય.ના જોઈન્ટ સેક્રેટરી નિરામ્બુજ શરન તેમજ ઓએસ.ડી. નંદીશ આર.પી. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મિટિંગમાં જોડાયા હતાં.
મંત્રી તથા ઉપસ્થિત મહાનુભાવોએ એઇમ્સની સાઇટ વિઝીટ કરી તેના પટાંગણમાં વૃક્ષા રોપણ પણ કર્યું હતું.


