PSI સાખરા અને રાઈટર મંડની જોડી મુન્નાભાઈ અને સર્કીટ જેવી
મોટાગજાના બૂકીની આંગડિયા પેઢીમાંથી કર્મચારી અઢી કરોડ સેરવી ગયો અને બાદમાં સટ્ટામાં રૂપિયા હારી જતાં નાણાં રીકવરીનો હવાલો PSI ઝાલા અને રાઈટર મહેશ મંડએ લીધો.
સાખરાની જેમ મંડને પણ સબક શીખવવો જરૂરી: સસ્પેન્શન કે ડિસમિસ કરવો જ ન્યાય ગણાશે
કમિશનકાંડમાં સંડોવાયેલા PSI સાખરાને અમદાવાદ DCBમાંથી તાત્કાલીક હેડકવાર્ટરમાં મૂકાયો ત્યારે રાજકોટમાં તેના પડછાયાની જેમ સાથે રહેતો રાઈટર મહેશ મંડ સામે કેમ પગલાં લેવાયા નથી?
મોટા ગજાના બૂકી દ્વારા સંચાલિત આંગડીયા પેઢીના કર્મચારીએ પેઢીને લગભગ રૂા. અઢી કરોડનું બુચ માર્યું હતું અને આ રકમ જૂગારના સટ્ટામાં હારી જતાં રીકવરીનો હવાલો દિવાનપરાની ડીસીબી ચોકીએ લીધો હતો અને આવા હવાલા-કબાલાના કામમાં પહેલાથી જ માહેર ચોકીનો રાઈટર અને પીએસઆઈએ એક પછી એક પાંચ બૂકીને બોલાવી જુગારમાં હારી ગયેલી રકમ પરત લેવા માટે વસૂલાત શરૂ કરી હતી. જેમાં સામાકાંઠા વિસ્તારના કૂખ્યાત બૂકી દિનકરને ખોટી રીતે ત્રાસ આપી રૂા. 50 લાખની માગણી કરતા તે સહપરિવાર શહેર છોડી ચાલ્યા ગયા હતા. પરંતુ બ્રાંચ તો બ્રાંચ છે અને એક મહીના બાદ આ કૂખ્યાત બૂકી દિનકરને અમદાવાદ ખાતેથી ઝડપી પાડી દિવાનપરા ચોકીએ લઈ જવાયો હતો જ્યાં તેની આગવી ઢબે સરભરા થતાં દિનકરે આ સમગ્ર પ્રકરણમાં સેટીંગ કરવા માટે દિવાનપરાના ડીસીબી ચોકીના રાઈટરને 30 લાખ રૂપિયા આપ્યાનો આક્ષેપ થયો હતો ત્યારે આ બૂકીને ધમકી પણ દેવામાં આવી હતી કે આ 30 લાખ રૂપિયા લીધાની જાણ કોઈને કરીશ તો રાજકોટમાં આજીવન સટ્ટાનો ધંધો કરવા નહીં મળે.
શહેરના લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતો ફિરોઝ નામનો શખ્સ મોટા ગજાના બૂકી દ્વારા સંચાલિત આંગડીયા પેઢીમાંથી ધીરે ધીરે રૂપિયા અઢી કરોડ સેરવી ગયો હતો. અને આ રકમ શહેરના અન્ય બૂકીઓ પાસે જૂગારના સટ્ટામાં હારી જતાં આ તમામ ઘટનાની જાણ મોટા ગજાના બૂકીને થતાં તેણે અઢી કરોડની રકમ પરત કઢાવવા માટેનો હવાલો અમુક ટકાવારીમાં અનેક વિવાદમાં મોખરે આવતી અને હવાલા-કબાલામાં માહેર દિવાનપરા ડીસીબી ચોકીના પીએસઆઈ ઝાલા અને ભૂતકાળના પીએસઆઈ સાખરાનો સર્કીટ અને હાલનો રાઈટર મહેશ મંડે લીધો હતો. જેમાં ફિરોઝે મોટાગજાના બૂકી સંચાલિત આંગડીયા પેઢીને જે અઢી કરોડ રૂપિયા બૂચ મારી જે પાંચ બૂકીઓ પાસે જૂગારના સટ્ટામાં હારી હતો તેમાં એક બાદ એક બૂકીને દિવાનપરા ચોકીએ બોલાવી આ રકમ પરત કરવા માટેનું દબાણ કર્યું હતું. જેમાં સામાકાંઠા વિસ્તારનો નામાંક્તિ બૂકી દિનકર પાસેથી 50 લાખ રૂપિયાની માગણી કરી ખોટી રીતે ત્રાસ ગુજારતા દિનકર સહપરિવાર સાથે શહેર છોડી ચાલ્યો ગયો હતો. એક મહિના બાદ બાતમીના આધારે રાજકોટ ડીસીબીએ દિનકરને સહપરિવાર સાથે અમદાવાદ ખાતેથી ઝડપી પાડી દિવાનપરા ચોકીએ લાવી આગવી ઢબે સરભરા કરતાં દિનકરે આ પ્રકરણને પૂરૂ કરવા માટે રાઈટર મહેશ મંઢને રૂપિયા 30 લાખ આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.
- Advertisement -
જમીનો ખાલી કરાવવામાં પણ મહેશ મંડ (સર્કિટ) મોખરે

વિવાદીત મંત્રીના સ્નેહીજનોએ ગુંદા ગામની જમીન પર કબ્જો ખાલી કરાવવા માટેનો હવાલો દિવાનપરા ડીસીબી ચોકીના પીએસઆઈ ઝાલાની ટીમને આપ્યો હતો. આ હવાલાના આધારે રાઈટર મહેશ મંડે રેવાભાઈ ગોંધિયા સહિતના ચારેય ભાઈઓને દિવાનપરા ચોકીએ બોલાવી ધાકધમકી આપી હતી અને બાદમાં ત્રણેય ભાઈઓને રવાના કરી રેવાભાઈને ત્રણ દિવસ ઓને-ઓન રાખી ઢોર માર મારતાં રેવાભાઈ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડીસીબીના આ અસહ્ય ત્રાસથી ચારેય ભાઈઓ ઢીલા પડી ગયા હતા અને આ જગ્યાનો કબ્જો મંડને સોંપી દીધો હતો.



