શાહનામા
– નરેશ શાહ
– નરેશ શાહ
હ્યુમન સિરિઝ જોતી વખતે ઉતાવળે (અને ઓછા સમયમાં) શોધાયેલી કોરોનાની વેક્સિનને યાદ કરશો તો મેડિકલ ક્ષેત્ર માટેનો ગુસ્સો બેશક માઈલ્ડ થઈ જવાનો
ઓવરઓલ, હ્યુમન વેબસિરિઝ વોચેબલ છે કારણકે એ એકદમ જુદા જુદા ક્ષેત્રની વાત કરે છે. યાદ માત્ર એટલું જ રાખવાનું કે ડોકટરો-હોસ્પિટલોમાં વેપારીપણું હોય શકે છે, પણ એ આટલા અમાનવીય નથી હોતા
કોરોના કાળ પછી દેવના દીધેલ બની ગયેલાં ડોકટર અને તેમની આલમ સામે જન્મેલાં થોડાઘણાં કચવાટ પર ખૂન્નસનું વરસ ચડાવી દેવું હોય તેમ નેટફલિક્સ પર હ્યુમન વેબસિરિઝ સ્ટ્રીમ થઈ અને આ ડાર્ક થ્રિલર જોઈને અનેક બચ્ચાંઓ તેના પર ઓવારી ગયાં. હ્યુમન નો વિષય જ એવો હતો કે જોઈને ઝટકો લાગે અને તેના મેર્ક્સે પાત્રાલેખનથી લઈને દરેક વાતને ફિલ્મી નાટક્યિતાનો એવો તડકો માર્યો છે કે ડોકટર આલમ માટે થૂં થૂં કરવાનો ઉમળકો જાગે. નવી મેડિસીન માર્કેટમાં મૂક્વા પૂર્વે ફાર્માસ્યુટિક કંપની, તેના રિસર્ચર, તેનું અલગ-અલગ લેવલનું પરિક્ષ્ાણ કરી આપતી કંપની, હોસ્પિટલ અને તેમાં મલાઈ ભાળી ગયેલાં ડોકટર્સ સહિતનો લાગતો વળગતો સમૂહ… ધિક્કાર તો જન્મવાનો જ હતો પરંતુ હ્યુમન સિરિઝ જોતી વખતે ઉતાવળે (અને ઓછા સમયમાં) શોધાયેલી કોરોનાની વેકસિનને યાદ કરશો તો મેડિકલ ક્ષ્ોત્ર માટેનો ગુસ્સો બેશક માઈલ્ડ થઈ જવાનો.
- Advertisement -
નવી દવાની શોધ અને પરિક્ષ્ાણ માટે થતાં મોતને કોલેટરેલ ડેમેજ પણ કહી શકાય પણ સિરિઝમાં દેખાડવામાં આવ્યું છે, એ તો એકદમ ફિલ્મી જ છે.
વેબસિરિઝમાં મોટાભાગના પાત્રો નેગેટિવ શેડ ધરાવનારાં લાલચુ, મતલબી, સ્વાર્થી, મહત્વાકાંક્ષ્ાી, લેસ્બિયન, લાચાર, ગરીબ અને એબનોર્મલ જ ડિઝાઈન કરવામાં આવ્યાં છે. એ કારણે હ્યુમન બેશક, રસપ્રદ અને રોચક સિરિઝ બની શકી છે પરંતુ તેમાં જે પ્રકારે મેડિકલ ક્ષ્ોત્રને ક્સાઈવાડો દર્શાવવામાં આવ્યું છે.
હ્યુમનમાં સકારણ યુનિયન કાર્બાઈડના ગેસથી ગ્રસ્ત થયેલાં ભોપાલ શહેરને પસંદ કરવામાં આવ્યું છે, જયાંની મંથન નામની હોસ્પિટલની જન્મદાતા ડૉ. ગૌરી નાથ (શેફાલી શાહ) ના માધ્યમથી ફાર્માસ્યુટિકલ કંપની મનમાની શૈલીથી ખાનગીમાં પરિક્ષ્ાણો કરાવી રહી છે… બેલેન્સ કરવા માટે એક લેડી ડોકટરને ભલી દેખાડવામાં આવી છેે. વાસ્તવિક્તા તો એ છે કે, વેબસિરિઝમાં મોટાભાગના પાત્રો નેગેટિવ શેડ ધરાવનારાં લાલચુ, મતલબી, સ્વાર્થી, મહત્વાકાંક્ષ્ાી, લેસ્બિયન, લાચાર, ગરીબ અને એબનોર્મલ જ ડિઝાઈન કરવામાં આવ્યાં છે. એ કારણે હ્યુમન બેશક, રસપ્રદ અને રોચક સિરિઝ બની શકી છે પરંતુ તેમાં જે પ્રકારે મેડિકલ ક્ષ્ોત્રને ક્સાઈવાડો દર્શાવવામાં આવ્યું છે, એમાં અતિશ્યોક્તિ જ છે. (કદાચ, એટલે જ હ્યુમન થી કોઈ હોબાળો નથી થયો ) એવું હરગિઝ નથી કે ડોકટર-હોસ્પિટલની દુનિયા દૂધે ધોયેલી છે. એ ફિલ્ડમાં પણ અક્ષ્ામ્ય ગણાય તેવી ક્ષ્ાતિ-ઉણપ-વ્યાપારીપણું છે જ, પરંતુ આવું બધું જ રાજનીતિથી સ્પોર્ટસ, બિઝનેસથી સોશ્યલ વર્ક અને કલાથી માંડીને પત્રકારત્વમાં પણ છે.
- Advertisement -
હ્યુમનમાં આવી નાલાયકીને કલ્પનાનો દોર છુટ્ટો મૂકીને કામ કરવામાં આવ્યું છે અને એટલે તે વધુ ઈન્ટરેસ્ટીંગ બની છે. આપણા ગુજરાતી વિપુલ અમૃતલાલ શાહે (પાંચ એપિસોડના ડિરેકટર પણ) એક વેગળા વિષયને લઈને સફળ વેબસિરિઝ બનાવી છે અને એ ઓટીટી પ્લેટફોર્મને કારણે શક્ય બન્યું છે (અન્યથા ફાર્મા લોબી કાળી બિલાડીની જેમ આડી ઉતરતે ) દિલ્હી ક્રાઈમ પછી એક અલગ જ કિરદાર સાથે શેફાલી શાહ અહીં પોતાના પૂરા ઉફાન પર છે. ર્ક્તિી કુલ્હારી, સીમા બિસ્વાસ (ફૂલનદેવી) આદિત્ય શ્રીવાસ્તવ (સીઆઈડી), રામ કપૂર સહિતનું કાસ્ટીંગ ઉચિત છે પરંતુ કમાલ વિશાલ જેઠવા (મરદાની) એ કરી છે. વિશાલ જેઠવાની પ્રેઝન્સ જ એક નવી અનુભૂતિ કરાવે તેવી તેનામાં કુદરતી ક્ષેત્રમતા છે…
ઓવરઓલ, હ્યુમન વેબસિરિઝ વોચેબલ છે કારણકે એ એકદમ જુદા જુદા ક્ષ્ોત્રની વાત કરે છે. યાદ માત્ર એટલું જ રાખવાનું કે ડોકટરો-હોસ્પિટલોમાં વેપારીપણું હોય શકે છે, પણ એ આટલા અમાનવીય નથી હોતા
… જયતે : ઈન્સાફ કી લડાઈ
પ્રસુતિ માટે એડમિટ થયેલી સ્ત્રી મેડિકલ નિગ્લેજન્સીના કારણે બાળકને જન્મ આપીને કોમામાં ચાલી જાય અને એ પછી તેને ન્યાય અપાવવાની જંગ એટલે 1997 માં બનેલી ફિલ્મ …જયતે
કોમાગ્રસ્ત સ્ત્રીનો બનેવી (આપણા સુપરસ્ટાર હિતેનકુમારને અહીં હિતેન મહેતાના નામે ક્રેડિટ અપાય છે) એવું ઈચ્છે છે કે હોસ્પિટલ કોર્ટ બહાર સમાધાન કરીને તગડી રકમ ચૂક્વીને અન્યાયને કોમ્પન્સેટ કરી દે પણ એ માટેના સેટલમેન્ટ માટે ગયેલાં વકીલ મોહન અગાશે (સચિન ખેડેકર) ના રૂદિયે રામ જાગી જાય છે અને તે બધાને ઉઘાડાં પાડવા માટે કોર્ટમાં કેસ લડવાનું બીડું ઝડપે છે… આ ફિલ્મમાં રસ પડવાનું સૌથી મોટું કારણ તેના ડિરેકટર હંસલ મહેતા (સ્કેમ-9ર) અને રાઈટર અનુરાગ કશ્યપ (ગેંગસ ઓફ વાસેપુર) છે. બન્ને દિગ્ગજો હજુ એસ્ટાબ્લીસ્ટ નહોતાં થયા ત્યારની તેમની આ ફિલ્મ છે, જેમાં સચિન ખેડેકરને પાકટ વયના હતાશ અને બેકાર વકીલ તરીકે જોવાની મજા અલગ છે.
…જયતે – યુ ટયુબ પર અવેલેબલ છે.



