એક વાનરના હાથમાં ક્યાંકથી કેળુ આવી ગયું અને લેવા માટે તમામ વાનરોએ યુદ્ધ છેડી દીધુ
હાલમાં સોશિયલ મીડિયા પર થાઈલેન્ડનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અસંખ્યા વાનરો ચારેબાજૂ ફેલાઈ ગયા છે. આ વાનરોએ રોડ પર ટોળેટોળામાં ફરી રહ્યા છે. જેમાં એક વાનર પાસે કેળુ છે, જેને છીનવા માટે તમામ વાનરોએ શહેરને ગાંડૂ કર્યુ છે.
આપને જણાવી દઈએ કે, લોપ બુરી જિલ્લાની આ જગ્યા પર પર્યટકો ખૂબ જ આવે છે. જો કે, હાલ કોરોનાકાળ હોવાથી આ જગ્યા સૂમસામ પડી છે, જ્યાં વાનરોએ સામ્રાજ્ય સ્થાપિત કર્યુ છે.ત્યારે આવા સમયે માણસો ન આવતા વાનરોને ખાવાના ફાંફા પડી રહ્યા છે. આ દરમિયાન એક વાનરના હાથમાં ક્યાંકથી કેળુ આવી ગયું અને લેવા માટે તમામ વાનરોએ યુદ્ધ છેડી દીધુ હતું. વાનરોને આવી રીતે કરતા જોઈ લોકો પણ હૈરાન થઈ ગયા હતા. લોકો વાહન રોકીને બેંઘડી આ દ્રશ્ય જોવા લાગ્યા હતા.