ડુંગળીની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 150 થી લઈને 475 સુધીના બોલાયા
મધ્ય પ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદવા આવ્યા
આ વર્ષે ચોમાસામાં ઘણા રાજ્યોમાં સતત પડેલા વરસાદ અને કમૌસમી વરસાદ તેમજ ડુંગળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળેલ રોગચાળાને લઈને ડુંગળીનો પાક નિષ્ફળ જવા પામ્યો છે. આજે ગોંડલ માર્કેટ યાર્ડમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા સહિતના રાજ્યોમાંથી વેપારીઓ ડુંગળીની ખરીદી કરવા માટે આવ્યા છે.ગોંડલ માર્કેટ યાર્ડ પણ દર વર્ષે ડુંગળીથી ઉભરાતું હોય છે.
પરંતું આ વર્ષે સૌરાષ્ટ્રમાં મોટાભાગનો ડુંગળીનો ચોમાસું પાક અતિવૃષ્ટીને કારણે નિષ્ફળ જવા પામ્યો છે.તેમ છતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીના 20 હજાર કટ્ટાની આવક જોવા મળી હતી. આ સાથે યાર્ડમાં ડુંગળીની હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 150થી લઈને 475 સુધીના બોલાયા હતાં.
- Advertisement -



