ફેસબુકની આ નવી શરતો ૧ ઓક્ટોબરથી દુનિયાના તમામ દેશો માટે લાગૂ થશે
ફેસબુક તરફથી અનેક નવી સેવા શરતો જાહેર કરવામાં આવી છે. નવી સેવા શરતો અંતર્ગત કોઈ પણ પ્રકાશક અથવા કોઈ પણ વ્યક્તિને સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય ન્યૂઝને ફેસબુક અથવા ઈંસ્ટાગ્રામના પ્લેટફોર્મ પર શેર કરવાથી રોકી શકે છે. ફેસબુકની આ નવી સેવા દુનિયાના તમામ દેશો માટે લાગૂ થશે. હાલમાં તો કોઈ પણ સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય ખબરોને તમે ફેસબુક પર નાખી શકો છો.
તાજેતરની ઘટના મુજબ જોઈએ તો, ઓસ્ટ્રેલિયાની સરકાર એવો કાયદો લાવવા જઈ રહી છે કે, જે અંતર્ગત ફેસબુકના પ્લેફોર્મ પર જે ન્યૂઝ કંટેટ નાખે છે.ફેસબુક અને ઈંસ્ટાગ્રામ સમાચાર શેયરીંગ પર રોક લગાવી શકે છે. ખુદ ફેસબુકે આ પ્રકારનો નિર્ણય લીધો છે.
- Advertisement -
આગામી એક ઓક્ટોબરથી ફેસબુક તથા ઈંસ્ટાગ્રામ માટે નવી શરતો લાગૂ થઈ રહી છે. ફેસબુક તરફથી અનેક નવી સેવા શરતો જાહેર કરવામાં આવી છે. નવી સેવા શરતો અંતર્ગત કોઈ પણ પ્રકાશક અથવા કોઈ પણ વ્યક્તિને સ્થાનિક અથવા આંતરરાષ્ટ્રીય ન્યૂઝને ફેસબુક અથવા ઈંસ્ટાગ્રામના પ્લેટફોર્મ પર શેર કરવાથી રોકી શકે છે.
ફેસબુકની એક ઓક્ટોબરથી લાગૂ થતી સેવામાં જો ફેસબુકને લાગશે કે, તમારા કંટેટ અથવા પોસ્ટથી ફેસબુક પર કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ શકે અથવા સરકારની ગાઈડલાઈન વિરુદ્ધ અથવા એજન્સી ફેસબુક પર કાર્યવાહી કરી શકે છે, તો એવા કંટેટ અથવા ખબરોને ફેસબુક હટાવી દેશે.
હાલમાં દિવસોમાં જોઈએ તો, લગભગ તમામ રાજકીય પાર્ટીઓએ ફેસબુક પર આરોપ લગાવ્યો હતો કે, ફેસબુક અમુક પાર્ટીઓ સાથે પક્ષપાત કરી રહ્યુ છે. ત્યાં સુધી કે, ફેસબુક માટે ફેક્ટ ચેકિંગ કરતી થર્ડ પાર્ટીને લઈને પણ સવાલો ઉભા થયા છે. આ મામલે બે દિવસ પહેલા જ ફેસબુકના ઈંન્ડિયા હેડને સંસદીય સમિતિ સામે હાજર થવુ પડ્યુ હતું.