આજે વજન ઘટાડવું એ એક ફેશન બની ગય છે.પરંતુ ખરેખર આઇડિયલ બોડી વેઇટ કેટલું હોવું જોઈએ એ વિચારવું જરૂરી છે. દરેક વ્યક્તિનું પોતાનું ઇખઈં હોય છે.અને આ ઇખઈંના આધારે વ્યક્તિનું વજન આદર્શ છે કે નહિ તે નક્કી થાય છે.
BMI=WEIGHT (KG) – HEIGHT (MApµ)
BMI- 18.5 ઓછું વજન
BMI – 18.5 – 24.5 સામાન્ય વજન
BMI- 25.0 – 29.9 વધારે વજન
BMI – 30.0 – 34.9 સ્થૂળતા 1
BMI – 35.0 – 39.9 સ્થૂળતા 2
BMI – 40 સ્થૂળતા 3
- Advertisement -
જ્યારે BMI 25 કરતા વધારે હોય ત્યારે વજન ઘટાડવું જરૂરી બની જાય છે.
મેદસ્વીતા એ એક રોગ છે જેમાં વધારાની શરીર ની ચરબી એ હદ સુધી સંચિત થઈ જાય છે કે તે તમારા સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરે છે અને કેટલાક અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું પણ કારણ બને છે અથવા તેનાથી વધુ ખરાબ થાય છે.
વજન અને મેદસ્વીતા સાથે સંળાયેલા હઠીલા રોગો
1) ડાયાબિટીસ
2) હાઈ બ્લડપ્રેશર
3) ઉંઘ અવરોધકશ્વાસની તકલીફ
4) હદય રોગ
5) સ્ટોક
6) સાંધાના દુખાવો
7) કેન્સર
8) ડિપ્રેશન અને ઘણું બધું
શા માટે વજનમાં વધારો થાય છે?
1) અયોગ્ય ખોરાક
2) શારીરિક નિષ્ક્રિય
3) આનુવંશિક પરિબળ
4) વાતાવરણ
5) આરોગ્ય સ્થિતિ
- Advertisement -
આ વધતા વજનને અટકાવવા માટે યોગ્ય ડાયેટ કેવું હોવું જોઈએ.?
અત્યારે ઘણા બધા ફેન્સી ડાયેટ વિશે આપડે સાંભળતા આવ્યા છીએ જેમ કે
ક્રશ ડાયેટ
કિટો ડાયેટ
માત્ર રાત્રે જ જમવું
પરંતુ આવા ડાયેટ હેલ્થી ડાયટ નથી તેનાથી વજન તો ઘટે જ છે પરંતુ તેના સાથે – સાથે શરીર ને ઘણા બધા નુકસાન થાય છે.અને આ પ્રકારના ડાયેટ જ્યારે બંધ કરવામાં આવે ત્યારે પાછું વજન બાઉન્સ બેક થાય છે.માટે જ્યારે પણ વજન ઘટાડવાની વાત હોય ત્યારે ખૂબ હેલધી રીતે વજન ઘટાડવો જોઈએ તેના માટે આપણે નીચેની સામન્ય ટિપ્સ નો ઉપયોગ કરી શકીએ
1) દર બે કલાકે જમવું જોઈએ
2) સવારનો નાસ્તો ખૂબ હેવી લેવો જોઈએ
3) પ્રોટીનનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ
4) રાત્રે ખૂબ લાઈટ ડિનર લેવું જોઈએ
5) ફાઈબર, વીટામીન-ભ,એન્ટી ઓક્સિડન્ટ એ વજન ઘટાડવા માટે રામબાણ ઈલાજ છે.
6) પ્રવાહીનું પ્રમાણ યોગ્ય માત્રામાં લેવાવું જોઈએ
7) પાણીનું પ્રમાણ યોગ્ય માત્રામાં લેવું જોઈએ.
8) યોગ્ય કસરતો કરવી જોઈએ
9) દરેક ખોરાક ખુબ ચાવીને ખાવો
10) ટીવી જોતા – જોતાં આહાર લેવો અયોગ્ય છે.
11) ફ્રાઇડ ફૂડ, જંકફુડ વગેરે બંધ કરવું.
12) ખાંડ અને વધારાનું મીઠું એ વજન વધારવા માટેનું સૌથી મોટું પરિબળ છે માટે તે સંપૂર્ણ બંધ કરવું જોઈએ
13) એક ને એક તેલ બીજી વાર ના ગરમ કરવું જોઈએ
14) દરેક ખોરાક તેની મૂળ સ્થિતિમાં જ લેવામાં આવે તો એમાંથી મળતા ન્યુત્રિશન ખૂબ સારી માત્રામાં મળે છે.
15)લેવામાં આવતો ખોરાક તાજો હોવો જોઈએ.
16) વધારે વજન હોય ત્યારે મેંદો, ફ્રોજન ફૂડ, કોલ્ડ્ડ્રિંક્સ, કેક, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ, વગેરે
ટાળવું જોઈએ.
આ દરેક ટિપ્સ એ વજન ઘટાડવા માટે ખૂબ ઉપયોગી અને જરૂરી છે. બાકી દરેક વ્યક્તિનું વ્યક્તિગત ડાયેટ પ્લાન અલગ હોય છે.
Let your Food made Your medicine