BMCમાં ઐતિહાસિક પરિવર્તન: મહાયુતિએ બહુમતીનો આંકડો વટાવ્યો
પુણેમાં પવાર પરિવારના ગઢમાં ગાબડું: ભાજપની 118 બેઠક સાથે પ્રચંડ જીત : ગઈઙ અને કોંગ્રેસના સુપડા સાફ; શહેરના આઈટી હબ અને મધ્ય ભાગમાં ભાજપનો દબદબો
- Advertisement -
મહારાષ્ટ્રની 2026ની મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઓના 893 વોર્ડની 2869 બેઠકો માટે ગણતરી ચાલુ છે.
મહારાષ્ટ્રની 29 મહાનગરપાલિકા ચૂંટણીમાં ઇઉંઙ મહાયુતિ લગભગ 25 નગરપાલિકામાં આગળ રહી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 3 નગરપાલિકામાં આગળ છે. બાકીના નગરપાલિકાઓમાં શિંદે શિવસેના, અઈંખઈંખ અને કેટલાક સ્વતંત્ર ઉમેદવારો આગળ છે.
ઇખઈમાં ભાજપા અને શિવસેના (એકનાથ શિંદે)ના ગઠબંધને કુલ 227 બેઠકોમાંથી 118 બેઠકો પર આગળ રહીને સ્પષ્ટ પ્રબળતા દર્શાવી છે. રાજ્યના મુખ્ય શહેરી વિસ્તારોમાં પણ આ ગઠબંધનનો દબદબો જોવા મળી રહ્યો છે. નાગપુર, પુણે, ઠાણે, નવી મુંબઈ, પિંપરી-ચિંચવડ અને નાસિકમાં ભાજપા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. બીજી તરફ લાતુરમાં કોંગ્રેસે મજબૂત પ્રદર્શન કરીને 70માંથી 43 બેઠકો જીતી છે જ્યારે બીજેપીને માત્ર 22 સીટ મળી છે. ચંદ્રપુરમાં પણ કોંગ્રેસ (30)આગળ છે અને બીજેપી 23 સીટ પર છે. પરભણી મહાનગરપાલિકામાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) જૂથને લીડ મળી છે, જ્યારે વસઈ-વિરારમાં બહુજન વિકાસ આઘાડી (ટઇઅ) આગળ ચાલી રહી છે. માલેગાંવમાં શિવસેના (એકનાથ શિંદે) જૂથને વધારાની લીડ પ્રાપ્ત થઈ છે.
ઉપરોક્ત તારણો એક નોંધપાત્ર રાજકીય પરિવર્તનનું સ્પષ્ટ ચિત્રણ કરે છે. શહેરી ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટી-નેતૃત્વ હેઠળની મહાયુતિ (ઇઉંઙ અને એકનાથ શિંદેની શિવસેના સહિત) અભૂતપૂર્વ વર્ચસ્વ સ્થાપિત કરી રહી છે, જ્યારે મહા વિકાસ આઘાડી (ખટઅ) – ઉદ્ધવ ઠાકરેની શિવસેના (ઞઇઝ), શરદ પવારની ગઈઙ અને કોંગ્રેસ – નોંધપાત્ર અંતરે પાછળ રહી ગઈ છે.
આ વલણ માત્ર સ્થાનિક સરકારોના નિયંત્રણમાં ફેરફાર નથી દર્શાવતું, પરંતુ શહેરી મધ્યમ વર્ગની રાજકીય પસંદગીઓમાં સુશાસન, વિકાસ અને સ્થિરતા તરફના વધતા ઝુકાવને પણ ઉજાગર કરે છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ) એશિયાની સૌથી મોંઘી અને સૌથી મોટી નગરપાલિકા છે. તેનું વાર્ષિક બજેટ એટલું વિશાળ હોય છે કે તે ભારતના કેટલાક નાના રાજ્યોના કુલ બજેટને પણ પાછળ છોડી દે છે અને તે પોતાની આર્થિક સધ્ધરતા માટે સમગ્ર એશિયામાં પ્રથમ છે. (ઇખઈ)માં, જ્યાં 227 વોર્ડ્સમાંથી મોટા ભાગની ગણતરી ચાલુ છે, મહાયુતિ બહુમતીની નજીક પહોંચી ગઈ છે – ઇઉંઙ અને તેના સાથીદારો, ભારતીય જનતા પાર્ટી(82)અને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના(23)નું ગઠબંધન (મહાયુતિ) બહુમતીના 115 સીટનો આંકડો વિશેષ કરીને ઉપનગરીય વિસ્તારોમાં મહાયુતિએ મેળવેલી લીડ તેમના સંગઠનાત્મક માળખાની મજબૂતી દર્શાવે છે.
અલબત્ત, ઍકનાથ શીંદેની પાર્ટીનો દેખાવ ખાસ કરીને મુંબઈમાં નબળો રહ્યો છે જ્યારે ઠાકરે ભાઈઓના ગઠબંધનને 70ની આસપાસ મળી રહ્યા છે.કોંગ્રેસ 22 તેમજ એનસીપી ફક્ત 2 સીટ મેળવી છે.
આ પરિણામ ત્રણ દાયકાથી વધુ સમયથી ઠાકરે પરિવારના પ્રભુત્વવાળા શહેરમાં એક ઐતિહાસિક વળાંક દર્શાવે છે. પુણે, 165 બેઠકોની પુણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ એકલા હાથે 115થી 118 બેઠકોની આસપાસ મજબૂત પકડ ધરાવે છે. આ આંકડો ભાજપના પોતાના જ 2017ના રેકોર્ડ (97 બેઠકો)ને વટાવી ગયો છે તો ચૂંટણીના પરિણામો પવાર પરિવાર અને ’મહાવિકાસ આઘાડી’ માટે આંચકાજનક રહ્યા છે. પરંપરાગત રીતે રાષ્ટ્રવાદી કોંગ્રેસના ગઢ ગણાતા પુણેમાં આ વખતે સંયુક્ત વિપક્ષ (ગઈઙ, કોંગ્રેસ અને ઞઇઝ) માત્ર 35 થી 40 બેઠકો પર જ સમેટાતા ભાજપનું એકહથ્થુ શાસન સ્થપાયું છે. શરદ પવાર અને અજીત પવારના જૂથોએ એક થઈને લડવા છતાં તેમને માત્ર 20 થી 22 બેઠકો મળી છે,
નાગપુર ફરી ભાજપનો અભેદ્ય કિલ્લો: 156માંથી 100થી વધુ બેઠકો પર વિજય
ઠાકરે જૂથ 70 સીટ પર સમેટાતા મુંબઈમાં સત્તાના સમીકરણો બદલાયા
- Advertisement -
વહીવટદાર શાસનનો અંત: 4 વર્ષના વિલંબ બાદ લોકશાહીનો સૂર્યોદય
કોરોના અને અનામત વિવાદ બાદ યોજાયેલી ચૂંટણીમાં 54% મતદાન નોંધાયું
જ્યારે કોંગ્રેસ 8 થી 10 અને શિવસેના (ઞઇઝ) 5 થી 7 બેઠકો સુધી મર્યાદિત રહી છે.
લગભગ ચાર વર્ષના એડમિનિસ્ટ્રેટર શાસન બાદ યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપે પુણેને ફરી પોતાનો મજબૂત ગઢ સાબિત કર્યું છે. ખાસ કરીને શહેરના મધ્ય ભાગો અને આઈટી હબ વિસ્તારોમાં ભાજપના ઉમેદવારોને નોંધપાત્ર સફળતા મળી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા મેટ્રો, રિવરફ્રન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ભાજપની જીતના મુખ્ય કારણ તરીકે જોવામાં આવે છે. બીજી તરફ, પવાર પરિવારના બંને જૂથો સાથે આવ્યા હોવા છતાં ભાજપની લહેર અટકાવી શક્યા નથી. ગઈઙના પરંપરાગત ગઢ ગણાતા ઉપનગરીય વિસ્તારોમાં પણ ભાજપે ઘૂસણખોરી કરી છે. શિવસેના (ઞઇઝ) અને કોંગ્રેસની નબળી સ્થિતિ દર્શાવે છે કે શહેરી મતદારોએ વિભાજિત વિપક્ષ કરતાં સત્તાધારી પક્ષ પર વધુ વિશ્વાસ મૂક્યો છે. આ ચૂંટણીમાં આશરે 54% મતદાન નોંધાયું છે. મતદાન ટકાવારી ખાસ વધેલી ન હોવા છતાં, ભાજપે 118થી વધુ બેઠકો મેળવવાની દિશામાં આગળ વધવું એ સૂચવે છે કે આ વખતે ‘એન્ટી-ઇન્કમ્બન્સી’ કરતાં વિકાસ અને સ્થિરતાના મુદ્દાઓ મતદારો પર વધુ અસરકારક રહ્યા.
નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની 2026ની ચૂંટણીના પરિણામોએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે નાગપુર એ ભાજપનો અતૂટ ગઢ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) નું મુખ્યાલય અને દેવેન્દ્ર ફડણવીસ તથા નિતિન ગડકરી જેવા દિગ્ગજ નેતાઓનું હોમટાઉન હોવાને કારણે આ ચૂંટણી પર આખા રાજ્યની નજર હતી. ભાજપે અહીં ’વિકાસ’ ના મુદ્દાને મુખ્ય રાખીને પ્રચાર કર્યો હતો, જેને જનતાએ વ્યાપક સમર્થન આપ્યું છે. 156 બેઠકોમાંથી 104થી વધુ બેઠકો પર વિજય મેળવવો એ ભાજપ માટે મોટી ઉપલબ્ધિ છે.ભાજપા ગઠબંધન લગભગ 110 બેઠકો પર આગળ છે. ભાજપની આ જીત પાછળના મુખ્ય કારણોમાં નાગપુર મેટ્રોનો બીજો તબક્કો, સિમેન્ટ રોડનું નેટવર્ક અને શહેરમાં આવેલી મોટી શૈક્ષણિક સંસ્થાઓ (અઈંઈંખજ, ઈંઈંખ)ને માનવામાં આવે છે. નાગપુરના મતદારોએ સ્થાનિક નેતૃત્વ અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સમન્વય પર વિશ્વાસ મૂક્યો છે. ભાજપે ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ નાગપુરમાં વિરોધીઓનો સફાયો કરી દીધો છે.
કોંગ્રેસ માટે આ પરિણામો આશાનુરૂપ રહ્યા નથી. કોંગ્રેસ લગભગ 30-35 બેઠકો પર લીડ ધરાવે છે. પ્રદેશ પ્રમુખ નાના પટોલે અને અન્ય સ્થાનિક નેતાઓના પ્રયાસો છતાં કોંગ્રેસ 35ના આંકડાને પાર કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. દલિત અને લઘુમતી બહુલ વિસ્તારોમાં કોંગ્રેસે અમુક બેઠકો જાળવી રાખી છે, પરંતુ તે ભાજપને સત્તા પરથી હટાવવા માટે પૂરતી નહોતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ અને શિવસેનાની હાજરી નાગપુરમાં માત્ર અમુક પોકેટ્સ પૂરતી મર્યાદિત રહી છે. જ્યારે નાના પક્ષો, જેમ કે અઈંખઈંખ, કેટલીક સીટો પર આગળ છે.
શહેરી મતદારોના વલણને જોતા જણાય છે કે નાગપુરમાં ’સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કારણે લોકોમાં સંતોષ છે. જોકે, નીચા મતદાન (અંદાજે 52%) એ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય પણ છે. છતાં, ભાજપના શિસ્તબદ્ધ કેડર અને બૂથ મેનેજમેન્ટે આ પડકારને જીતી લીધો છે. હવે નાગપુરના મેયર પદ માટે ભાજપમાં મંથન શરૂ થશે, પરંતુ સત્તાનું સુકાન સ્પષ્ટપણે ભાજપના હાથમાં રહેશે. નાસિક, સંભાજીનગર અને ઠાણે જેવા અન્ય મુખ્ય શહેરોમાં પણ સમાન વલણ જોવા મળે છે.
ઐતિહાસિક વિલંબ અને પ્રશાસનિક અંતરાલ, મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ વખતની ચૂંટણી અનેક રીતે અસાધારણ રહી છે. 2026ની આ ચૂંટણી પૂર્વે છેલ્લે ફેબ્રુઆરી 2017 માં મતદાન થયું હતું. 2017 માં ચૂંટાયેલી બોડીની 5 વર્ષની મુદત માર્ચ 2022માં પૂર્ણ થઈ હતી, પરંતુ ત્યારબાદ લગભગ 4 વર્ષ સુધી મુંબઈ તેમજ , થાણે, નાશિક, નાગપુર જેવી મહાનગરપાલિકાઓ ઉપરાંત રાજ્યની અનેક નગરપરિષદોમાં પણ ચૂંટાયેલા બોડીની મુદત પૂરી થયા બાદ ચૂંટણીમાં લાંબો વિલંબ થયો. મહાનગરપાલિકામાં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ (કોર્પોરેટરો) નહોતા. આ સમયગાળા દરમિયાન મહારાષ્ટ્ર સરકાર દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટર (વહીવટકર્તા) જ વહીવટ સંભાળતા હતા. આ લાંબા વિલંબ પાછળ કોરોના મહામારી, ઘઇઈ અનામતનો જટિલ મુદ્દો અને વોર્ડ સીમાંકન (ઉયહશળશફિંશિંજ્ઞક્ષ) અંગેના કાનૂની વિવાદો મુખ્ય જવાબદાર હતા. ઇખઈ,વર્ષ 2017ની સરખામણીએ 2026ની આ ચૂંટણી અનેક રીતે ભિન્ન રહી છે. 2017માં શિવસેના (અવિભાજિત) અને ભાજપ અલગ-અલગ લડ્યા હતા અને અનુક્રમે 84 અને 82 બેઠકો મેળવીને સ્પર્ધાત્મક સ્થિતિમાં હતા. જોકે, 2026માં શિવસેનાના વિભાજન બાદ ઊભી થયેલી નવી રાજકીય વાસ્તવિકતાએ મતદારોને વહેંચી દીધા છે. 2017માં કુલ મતદાન 55% ની આસપાસ હતું, જ્યારે આ વખતે પણ લગભગ 50% ની સરેરાશ નોંધાઈ છે. 2017માં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી, જ્યારે 2026ના પરિણામો મહાયુતિને એક મજબૂત અને નિર્ણાયક સત્તાધારી પક્ષ તરીકે સ્થાપિત કરે છે.
ચૂંટણીના સૌથી વધુ ચર્ચાસ્પદ અને ચોંકાવનારા પાસાં તરીકે જેલમાં રહેલા ઉમેદવારોની જીત સામે આવી છે. જાલના નગર નિગમમાં પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડના આરોપી શ્રીકાંત પંગારકરે જેલમાં રહીને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતી છે. એ જ રીતે, સોલાપુરમાં ભાજપની ઉમેદવાર શાલન શિંદેએ કોઈપણ પ્રકારના પ્રચાર વિના, જેલમાંથી જ મતદાતાનો વિશ્વાસ મેળવી વિજય હાંસલ કર્યો છે. આ બંને ઘટનાઓ મતદાતાના નિર્ણયને આકાર આપતા સામાજિક, રાજકીય અને ભાવનાત્મક પરિબળો અંગે ગંભીર અને અસ્વસ્થ કરનારા પ્રશ્ર્નો ઊભા કરે છે.
પરિવારવાદની છાપ પણ આ નગર નિગમ ચૂંટણીમાં સ્પષ્ટ રીતે નજરે પડી છે. જલગાંવ અને કલ્યાણ-ડોમ્બિવલીમાં એક જ પરિવારના ત્રણ સભ્યો અલગ-અલગ રાજકીય પક્ષોમાંથી ચૂંટણી જીતી આવ્યા છે. આ પરિબળ સ્થાનિક રાજકારણમાં વ્યક્તિગત ઓળખ, સામાજિક પકડ અને આંતરિક ગોઠવણો કેટલી અસરકારક બની રહી છે તે સ્પષ્ટ કરે છે. મહારાષ્ટ્રની 2026ની મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઓમાં ભાજપ-મહાયુતિની જીત અને શિવસેના (ઞઇઝ) બેકફૂટ થવું શહેરી મતદાતાની બદલાયેલી માનસિકતાનું સ્પષ્ટ પ્રતિબિંબ છે.
શિવસેનાનું મુખ્ય નુકસાન તેની જૂની રાજકીય શૈલીને કારણે થયું છે. વર્ષો સુધી મુંબઈ-ખખછમાં ચાલેલી દાદાગીરી, વસૂલી, બિલ્ડરો પર દબાણ અને ભય આધારિત રાજનીતિ આજના શિક્ષિત અને મધ્યમ વર્ગીય શહેરી મતદાતાને સ્વીકાર્ય રહી નથી. પરપ્રાંતીયો સામેની ઉગ્ર ભાષા, ભાષા વિવાદ અને મરાઠી અસ્મિતાને નામે સંકુચિત રાજનીતિ કોસ્મોપોલિટન શહેરોમાં ઉલટી પડી. સાથે જ, 2022ના વિભાજન બાદ સંગઠનાત્મક માળખું તૂટી પડ્યું, બૂથ લેવલની મશીનરી નબળી પડી અને વિરોધપક્ષમાં રહીને પાર્ટી ઉકેલ આપનાર નહીં પરંતુ માત્ર ટીકા કરનાર તરીકે જોવામાં લાગી. કોંગ્રેસ-ગઈઙ સાથેનું ગઠબંધન શિવસેનાના પરંપરાગત મતદારોમાં ઓળખની ગૂંચવણ ઊભી કરનારું બન્યું. હિન્દુત્વ અને મરાઠી અસ્મિતાની રાજનીતિ સાથે જોડાયેલા મતદારોને આ જોડાણ વિચારધારાત્મક કોમ્પ્રોમાઈઝ લાગ્યું. પરિણામે, શિવસેના પોતાની મૂળ રાજકીય ભૂમિકા પરથી ખસી રહી હોવાની ભાવના મજબૂત બની. આની સામે ભાજપ-મહાયુતિએ વિકાસ અને સ્થિરતા સાથે હિન્દુત્વના મુદ્દાને વધુ વ્યવહારુ અને શહેરી સ્વરૂપમાં રજૂ કર્યો. આ હિન્દુત્વ માત્ર ભાવનાત્મક કે ઉગ્ર અપીલ પૂરતું સીમિત ન રહ્યું, પરંતુ રાષ્ટ્રીય એકતા, સુરક્ષા, સાંસ્કૃતિક ઓળખ અને સ્થિર શાસન સાથે જોડાયું. શહેરી મધ્યમ વર્ગ અને યુવા મતદારો માટે આ સંયોજન સ્વીકાર્ય બન્યું. મેટ્રો, કોસ્ટલ રોડ, ટ્રાન્સહાર્બર લિંક, સિમેન્ટ રોડ જેવા દેખાતા પ્રોજેક્ટ્સ, તેમજ કેન્દ્ર-રાજ્ય-સ્થાનિક સ્તરે સત્તાની સુમેળભરી વ્યવસ્થાએ ‘ડબલ એન્જિન’ને વ્યવહારિક અર્થ આપ્યો. મજબૂત સંગઠન, શિસ્તબદ્ધ કેડર અને અસરકારક બૂથ મેનેજમેન્ટે ભાજપને સ્પષ્ટ ફાયદો પહોંચાડ્યો, જ્યારે દેવેન્દ્ર ફડણવીસ સરકારના ‘ઍક્સિસ ઑફ પાવર’ તરીકે અને એકનાથ શિંદે પ્રેક્ટિકલ ગવર્નન્સના ચહેરા તરીકે ઉભરી આવ્યા. સારાંશરૂપે જોવામાં આવે તો નગર નિગમ ચૂંટણી 2026એ એ સંદેશો આપી દીધો છે કે ભાજપની શહેરી રાજકીય પકડ સતત વધુ મજબૂત બનતી જઈ રહી છે, જ્યારે વિરોધ પક્ષો હજી પણ અસરકારક વ્યૂહરચના ઘડવામાં સંઘર્ષ કરી રહ્યા છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પરિણામો આવનારી વિધાનસભા ચૂંટણી માટે એક પ્રકારનો ટ્રેલર સાબિત થશે, જેમાં શહેરી મતદાતાની મનોદશા અને દિશા સ્પષ્ટ રીતે ઝલક આપે છે.



