ભેસાણના છઝઈં કરનાર એડવોકેટ સહિત 3નું અપહરણ-ધાડ
વલસાડ પંથકના રાબડા ગામની વિશ્ર્વંભરીધામ ચેરી. ટ્રસ્ટની છઝઈં મામલે બનાવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
આરટીઆઈ કરનાર ભેસાણનાં તડકા પીપળીયાના યુવાન સહિત 3નું અપહરણ કરનાર 4 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ધંધુકા ખાતેથી પકડી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ભેસાણ તાલુકાના તડકા પીપળીયા ગામે રહેતા 40 વર્ષીય એડવોકેટ સંજયભાઈ ભીખુભાઈ કાપડિયાએ આરટીઆઈ કરીને વલસાડ જિલ્લાના રાબડા ગામે આવેલ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્ટ તથા વિશ્વ વિધાતા ટ્રસ્ટ નામની સંસ્થા તેમજ ટ્રસ્ટ સંચાલિત આયુર્વેદિક, કોસ્મેટીક દવા બનાવવાના કારખાનાની માહિતી માંગી હતી.
જેમાં ગેરરીતી, ગેરકાયદે ચાલતી પ્રવૃતિનો પર્દાફાશ થયો હતો. આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા કાર્યવાહી કરવામાં આવી હતી. જેનો ખાર રાખી મોબાઈલ ફોન, બાઈકની લૂંટ ચલાવી ધાડ પાડી સંજયભાઈ તથા તેની સાથેની બે વ્યક્તિનું રફાળીયા ગામેથી કારમાં 7 થી 8 વાહનોમાં આવેલા મહિલાઓ સહિતના શખ્સો માર મારી અપહરણ કરી ગયા હતા. જેની જાણ થતાં એસપી સુબોધ ઓડેદરાએ નાકાબંધી કરાવી હતી. ડીવાયએસપી રવિરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં ભેસાણના પીઆઈ વણઝારાએ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી. આરોપીઓ ધંધુકા આસપાસ હોવાની બાતમી મળતાં રાબડાના પ્રશાંત સુરેશ ડેડુકિયા, મિત જગદીશ વેકરીયા, કમલેશ ધીરુ રૂડાણી, વડોદરાના માંજલપુરનો અજય ઉર્ફે માસ્તર હરિભાઈ બોઘરાને પકડી લીધા હતા. આ શખ્સોની સાથે અપહરણ અને ધાડના ગુનામાં પંકજ પાદરા, અનિલ, ધવલ ગડારા, સુરેશ અમીપરા સહિત અજાણ્યા શખ્સો, મહિલાની પણ સંડોવણી ખૂલતા આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.



