ઉત્તરપ્રદેશનાં હાપુડ જિલ્લામાં ગઢમુક્તેશ્ર્વરના બ્રજઘાટ સ્મશાનમાં યુવકો પૂતળું લાવીને સીધું ચિતા પર મુકી દીધું: સ્મશાનના કર્મચારીએ ચાદર ખોલતાં મૃતદેહ નહીં પૂતળું જોવા મળ્યું
દિલ્હી સ્થિત વેપારી કમલ સોમાણી પર 50 લાખનું દેવું હતું તેણે તેના કર્મચારી અંશુલ કુમારના આધાર-પાન લઈ વીમો લીધો હતો અને તે વીમો પકવવા માટે નાટક રચ્યું
- Advertisement -
અંશુલના નામે ટાટા એઆઈ કંપનીમાં 50 લાખ રૂપિયાનો ઈનસ્યોરન્સ કરાવી અને છેલ્લા એક વર્ષથી કમલ તેનાં હપ્તા ભરતો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં આવેલા ગઢમુક્તેશ્ર્વરના બ્રજઘાટ સ્મશાનમાં કામ કરતા નિતિન નામના કર્મચારીએ નકલી અંતિમ સંસ્કારની મોટી સાજિશનો પર્દાફાશ કર્યો છે. આ ઘટનામાં બે લોકોને અટકાયત કરવામાં આવ્યા છે, જ્યારે ચાર જણામાંથી બે સ્થળ પરથી ભાગી ગયા હતા. આરોપ છે કે તેઓ પ્લાસ્ટિકના પૂતળાનું અંતિમ સંસ્કાર કરી 50 લાખનો વીમો પકવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
સ્મશાનમાં કામ કરતા કર્મચારી નિતિનએ જણાવ્યું કે ચાર યુવકો ઘી અને અન્ય સામાન ખરીદી ત્યાં આવ્યા હતા. જ્યારે નિતિનએ ચાદર ખોલીને મૃતકનો ચહેરો બતાવવા કહ્યું, ત્યારે યુવકો બહાના બનાવતા હતા. તેમણે ચાદર ન ખોલતાં જ સીધી ચિતાની તૈયારી કરવા કહી અને મૃતદેહને ચિતા પર મૂકી દીધું. પરંતુ તેમની પ્રક્રિયા સામાન્યથી અલગ લાગતાં ત્યાં હાજર લોકોને શંકા થઈ. સ્મશાનના કર્મચારીઓએ ચાદર ખોલવાની માંગ કરી ત્યારે યુવકો ટાળી રહ્યા હતા અને વિવિધ કારણો આપી રહ્યા હતા. જ્યારે કર્મચારીઓએ દબાણ કર્યું ત્યારે બે યુવક સાથેની વાતચીત ગરમાઈ ગઈ. અંતે ચાદર ખોલવામાં આવી તો અંદરથી મૃતદેહના બદલે પ્લાસ્ટિકનો પૂતળું મળતા સ્મશાન ગૃહમાં હડકંપ મચી ગયો. નિતિનએ તરત જ પોલીસને જાણ કરી. પોલીસ પહોંચે તે પહેલાં બે યુવક સ્થળ પરથી ભાગી ગયા, જ્યારે બાકી બે યુવકોને સ્થાનિક લોકોએ પકડી રાખી પોલીસના હવાલે કર્યા. બે લોકોને સ્થાનિક લોકોએ પકડીને પોલીસને સોંપ્યા, જ્યારે બે હજુ ફરાર છે.
- Advertisement -
દિલ્હી નિવાસી કમલ સોમાણી પોતે લીધેલી 50 લાખનું લોન ચૂકવી શકે. તે માટે તેણે કર્માચારી અંશુલ કુમારનું આધાર અને પાન કંઈક બહાને લઈને મેળવ્યું. ત્યારબાદ અંશુલના નામે ટાટા એઆઈ કંપનીમાં 50 લાખ રૂપિયાનું ઇન્શ્ર્યોરન્સ કરાવ્યું અને છેલ્લા એક વર્ષથી તેના હપ્તા ભરી રહ્યો હતો. કમલની યોજના એ હતી કે અંશુલના નામે નકલી મોત બતાવીને ઇન્શ્ર્યોરન્સ ક્લેમ કરાવીને પૈસા પોતાને લઇ લે. આ માટે દુકાનના એક પૂતળાને ચાદરમાં લપેટીને મૃતદેહ તરીકે અંતિમ સંસ્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પૂતળાના અંતિમ સંસ્કાર કરીને અંશુલના નામે ‘ડેથ સર્ટિફિકેટ’ મેળવવાનો આશય હતો
ગઢમુક્તેશ્ર્વરના સર્કલ અધિકારી સ્તુતિ સિંહએ જણાવ્યું કે, અમે બે દિલ્લી સ્થિત વેપારી કમલ સોમાણી અને તેના સાથીની અટકાયત કરી છે અને પૂછપરછ ચાલી રહી છે. સિંહએ વધુમાં જણાવ્યું કે દિલ્લી નિવાસી કમલ સોમાણી પર 50 લાખની લોન હતી. આ દેવું ચૂકવવા માટે તેણે પોતાના કર્મચારી અંશુલ કુમારની સહમતીથી ગયા વર્ષે તેના નામે વીમો લીધો હતી. પૂતળાનું અંતિમ સંસ્કાર કરીને અંશુલના નામે ‘ડેથ સર્ટિફિકેટ’ મેળવવાનો તેનો આશય હતો. આ સમગ્ર મામલે ઋઈંછ નોંધવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.



