તાલાલા પંથકમાં કમોસમી વરસાદમાં ઘાસચારો સંપૂર્ણ નાશ પામ્યો હોય વિનામૂલ્યે ઘાસ વિતરણ શરૂ કરાયું
તાલાલા પંથકના 5133 પશુપાલકોને 1105680 કિલો ઘાસની જરૂરિયાત સામે 76 ટકા ઘાસના જથ્થાનું વિતરણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.26
તાલાલા પંથકના 4378 પશુપાલકોને વિનામૂલ્યે ઘાસનું વિતરણ કરવામાં આવતા પશુપાલકોને ખુબજ રાહત મળી છે. તાલાલા પંથકમાં કમોસમી વરસાદ માં ખરીફ પાકની સાથે..સાથે.. ઘાસચારા ને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું જેથી નાના અને ગરીબ પશુપાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હોય તાલાલા પંથકના પશુપાલકોને સરકાર દ્વારા વિનામૂલ્યે ઘાસ આપવા નિર્ણય થયો હતો જેના અંતર્ગત તાલાલા મામલતદાર કૃષ્ણપાલસિંહ ચુડાસમા તથા નાયબ મામલતદાર જે.વી.સિંધવ નાં માર્ગદર્શન હેઠળ તાલાલા પંથકમાં પશુપાલકોને જંગલખાતાના ડેપો ઉપરથી વિનામૂલ્યે ઘાસ આપવામાં આવી રહ્યું છે.તાલાલા પંથકના 5133 પશુપાલકોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે.તાલાલા પંથકના પશુપાલકોની 11 લાખ 05 હજાર 680 કિલો ઘાસની જરૂરિયાત સામે સોમવાર સુધીમાં 43785 પશુપાલકોને 08 લાખ 37 હજાર 575 કિલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. જે પશુપાલકો ની જરૂરિયાત સામે 76 ટકા થાય છે.હજી જંગલખાતાના ઘાસના ડેપો ઉપર 1 લાખ 13 હજાર 780 કિલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે જેનું બાકી રહેતા પશુપાલકોને વિતરણ ચાલુ છે.તાલાલા પંથકમાં કમોસમી વરસાદથી ઘાસચારાની તંગી ઊભી થતા પશુપાલકો ચિંતામય બની ગયા હતાં.પશુપાલકોની મુશ્કેલી દૂર કરવા સરકાર દ્વારા વિનામૂલ્યે ઘાસ વિતરણ શરૂ કરતાં પશુપાલકોને ખૂબ જ રાહત મળી છે.



