22 ફૂટ પહોળો,24 ફૂટ ઉંચો બળેજના નકશીદાર પથ્થરોથી બનેલો પ્રવેશદ્વાર
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.30
- Advertisement -
તાલાલા-સોમનાથ જતા સ્ટેટ હાઈવે માર્ગ ઉપર આવેલ દશ હજારની માનવવસ્તી વાળા ઘુંસિયા ગીર ગામના મુખ્ય પ્રવેશદ્વાર નું લોકાર્પણ થતાં ગ્રામજનો આનંદવિભોર થઈ ગયા હતા. ગામનું ગૌરવ અને એકતા નાં પ્રતિક ગામના લોકપ્રિય અગ્રણી સ્વ.રાજાભાઈ સરમણભાઈ વાળા ની કાયમી યાદગીરી રૂપે રૂ.સાત લાખથી વધુના ખર્ચે ગામના મુખ્ય પ્રવેશદ્વાર નું નિર્માણ થયું..22 ફુટ પહોળાં,24 ફુટ ઉંચા બળેજના નકશીદાર પથ્થરો થી નિર્માણ થયેલ…ગામની પ્રતિભામાં વધારો કરતાં નવનિર્મિત મુખ્ય પ્રવેશદ્વાર નું ગામના કાર્યદક્ષ જાગૃત અગ્રણી ભરતભાઈ વાળા તથા પરિવારજનોએ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે યોજાયેલ એક કાર્યક્રમમાં ગામના તમામ સમાજના અગ્રણીઓ,યુવાનો અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
નવા પ્રવેશદ્વાર ને સૌ સાથે મળી ખોલી..ગામના વિકાસના નવા માર્ગને આગળ ધપાવવા ગ્રામજનોએ સામુહિક સંકલ્પ કર્યો હતો.કાર્યક્રમના પ્રારંભે સરપંચ નિતાબેન રામે ગ્રામજનો નું સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર,જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પિઠીયા,તાલાલા તાલુકા આહિર સમાજના પ્રમુખ ભીમશીભાઈ બામરોટીયા,તાલાલા માર્કેટીંગ યાર્ડ ના ચેરમેન સંજયભાઈ શિંગાળા,તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ અકબરી,અગ્રણી દિલીપભાઈ બારડ(સુત્રાપાડા),રામભાઈ વાઢેર (લોઢવા),રાજવીરસિંહ ઝાલા(પ્રાંચી),જીવાભાઈ બારડ વિગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.અંતમા ભરતભાઈ વાળા એ આભારદર્શન કરી ગામના ગૌરવવંતા સામાજીક પ્રસંગનું સમાપન કર્યું હતું.
સમસ્ત ગામ લોકોએ એક જ પંગત ઉપર બેસી સમુહ ભોજન કર્યું
- Advertisement -
ઘુંસિયા ગામના ગૌરવવંતા સમસ્ત ગામના સામાજીક પ્રસંગને દિપાવવા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.ગામના વિવિધ સમાજના બે હજારથી પણ વધુ ગ્રામજનોએ એક જ પંગત ઉપર બેસી સમુહ ભોજન કરી ગામની એકતા અને સમરસતાના દર્શન કરાવ્યા હતા.



