પ્રત્યાર્પણની આશાઓ પર પાણી ફરી વળ્યું!
EDને ઝટકો: રવિ ઉપ્પલને દુબઇથી પ્રત્યાર્પણ કરી ભારત લવાય તે પહેલાં જ UAE રમત રમી ગયું
- Advertisement -
ઉપ્પલનો સાથી સૌરભ ચંદ્રાકર પણ દુબઈની કસ્ટડીમાં છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એક રવિ ઉપ્પલને ડિસેમ્બર 2023 માં ઇન્ટરપોલ દ્વારા જારી કરાયેલ રેડ કોર્નર નોટિસના આધારે દુબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને ભારત પ્રત્યાર્પણ કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ 45 દિવસ પછી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. પ્રત્યાર્પણ માટેના જરૂરી દસ્તાવેજો સમયસર પૂરા પાડવામાં આવ્યા હતા કે કેમ તે અંગે ઊઉ અને મીડિયા અહેવાલો વચ્ચે વિવાદ હતો. અહેવાલો સૂચવે છે કે તે યુએઈથી કોઈ અજ્ઞાત સ્થળે ભાગી ગયો છે. તેનો સાથી, સૌરભ ચંદ્રાકર, દુબઈની કસ્ટડીમાં છે. રવિ ઉપ્પલ પાસે વાનુઆતુ પાસપોર્ટ છે.
નોંધનીય છે કે મહાદેવ એપ કૌભાંડનો મુખ્ય આરોપી રવિ ઉપ્પલ દુબઈથી ભાગી ગયો છે અને હાલમાં તે ક્યાં છે તેની કોઈને ખબર નથી. આ વાતની જાણકારી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઊઉ) દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે દુબઈએ તે ક્યાં ગયો કે કેવી રીતે ભાગ્યો તેની કોઈ માહિતી ભારતને આપી નથી અને તેનું ભારત પ્રત્યાર્પણ કરવાની પ્રક્રિયા પણ બંધ કરવાની વાત કરી છે. ભારતીય અધિકારીઓ માને છે કે નાણાકીય ગુનાઓના કેસમાં દુબઈનો આ પગલું ભારતને યોગ્ય સહકાર ન આપવા સમાન છે.
- Advertisement -
આ દરમિયાન, રવિ ઉપ્પલે તેની ધરપકડ રોકવા માટે કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે ઊઉ ને સ્પષ્ટ આદેશ આપ્યો કે રવિ ઉપ્પલને ગમે ત્યાંથી શોધી કાઢવામાં આવે. કોર્ટે એવું પણ કહ્યું કે, ઉપ્પલ જેવા મોટા ગુનેગારો (કિંગપિન્સ) કોર્ટ અને તપાસ એજન્સીઓને ગણકારતા નથી અને તેમની સાથે રમત રમે છે. બીજી તરફ, ઉપ્પલનો સાથી આરોપી સૌરભ ચંદ્રાકર ઓક્ટોબર 2024થી હજી પણ દુબઈની કસ્ટડીમાં છે અને તેને ભારત લાવવાની પ્રક્રિયા ચાલુ છે.
ઉપ્પલ દક્ષિણ પેસિફિક મહાસાગરના ટાપુ રાષ્ટ્ર વનુઆતુનો પાસપોર્ટ ધરાવે છે. લલિત મોદીના કિસ્સામાં પણ આ જ દેશનો પાસપોર્ટ સામેલ હતો. તપાસમાં બહાર આવ્યું છે કે રવિ ઉપ્પલ અને સૌરભ ચંદ્રાકરે તેમના ગુનાહિત નેટવર્કને વિસ્તારવા માટે વનુઆતુમાં મિલકતો ખરીદી હતી અને ત્યાંની નાગરિકતા પણ મેળવી હતી. મહાદેવ એપ કથિત રીતે દરરોજ ₹200 કરોડનો નફો કમાતી હતી.
મહાદેવ ઓનલાઈન બુક એપનો ઉપયોગ ભારતમાં ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી, હવાલા અને મની લોન્ડરિંગ માટે કથિત રીતે કરવામાં આવ્યો હતો. તેનું નેટવર્ક ભારતના અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું, અને કરોડો રૂપિયાની ગેરકાયદેસર કમાણી વિદેશી ખાતાઓમાં ટ્રાન્સફર થઈ રહી હતી. વિદેશ મંત્રાલય હવે યુએઈ તરફથી ઔપચારિક સ્પષ્ટતાની રાહ જોઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત રાજદ્વારી સ્તરે આ મામલો ઉઠાવવાની તૈયારી કરી રહ્યું છે જેથી યુએઈ સ્પષ્ટ કરે કે રવિ ઉપ્પલને કેમ મુક્ત કરવામાં આવ્યો અને તે હાલમાં ક્યાં છે.



