ફરિયાદ ન લેતા અપમાનિત કરી ધક્કો માર્યાની રજૂઆત; CCTV ફૂટેજ પણ સામે આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ જાફરાબાદ
જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોટરી એડવોકેટ આઈ. આઈ. ગાહા સાથે પોલીસ ઇન્સ્પેકટર (PI) અને અન્ય કર્મચારીઓ દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન થયાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે જાફરાબાદ બાર એસોસિયેશન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે.
- Advertisement -
તા. 27/09/2025ના રોજ એડવોકેટ આઈ. આઈ. ગાહા (બાર એસોસિયેશનના સેક્રેટરી ઈમરાનભાઈ ગાહા) ફરિયાદ આપવા પોલીસ સ્ટેશને ગયા હતા, ત્યારે ઙઈંએ તેમને પોલીસ સ્ટેશનમાં ન આવવા જણાવી, અપમાનિત કરીને ધક્કો માર્યો અને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વકીલ મંડળે આ વર્તનને સમગ્ર વકીલ સમુદાયનું અપમાન ગણી વખોડી કાઢ્યું છે અને ઉચ્ચકક્ષાએ લેખિત રજૂઆત કરી એડવોકેટને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી કરી છે. આ ઘટનાથી “જો પોલીસ જ વકીલ સાથે આવું વર્તન કરે તો આમ જનતાનું શું થતું હશે” તેવો સવાલ ઊભો થયો છે.



