સંચાલક, બે રિસેપ્સનિષ્ટ યુવતી, મોજમજા કરવા આવેલ ગ્રાહકની ધરપકડ
ગ્રાહક પાસેથી અધધ 11,500 લીધા હતા: 5 રૂપજીવિનીઓને મુક્ત કરાવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સ્પાની આડમાં ધમધમતા કુટણખાના ઉપર પોલીસ રીતસરની ધોંસ બોલાવી રહી છે ત્યારે નાણાવટી ચોકમાં આવેલા બ્લિસ સ્પામાં કુટણખાનું ચાલતું હોવાની સચોટ બાતમી આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે દરોડો પાડી સંચાલક, બે રિસેપશનીષ્ટ યુવતી અને મોજમજા કરવા આવેલા ગ્રાહક સહીત ચારની ધરપકડ કરી 5 રૂપજીવિનીઓને મુક્ત કરાવી હતી જેવા ગ્રાહક તેવા ભાવ તે મુજબ 2500થી 5000 સુધીની ફી વસુલ કરવામાં આવતી હતી પકડાયેલા ગ્રાહક પાસેથી અધધ 11,500 પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે પોલીસે 47,800નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના ઉપર કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા, એડિશનલ સીપી મહેન્દ્ર બગરીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ બી બી બસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાંત, પીએસઆઈ એ કે ગોસ્વામી, મહંમદઆરીફ અંસારી, હસમુખભાઈ બાલધા, ભુમિકાબેન ઠાકર, મહેશ પ્રસાદ અને જ્યોતિબેન બાબરીયા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે નાણાવટી ચોકમાં આવેલા બ્લિસ સ્પામાં દરોડો પાડયો હતો પોલીસે સ્પામાં સર્ચ કરતા એક ગ્રાહક એક રૂપલલના સાથે કઢંગી હાલતમાં મળી આવ્યો હતો તેનું નામઠામ પૂછતાં ગ્રાહક શિવપરાનો મિલન સુરેશ પરમાર હોવાનું જણાવ્યું હતું પોતે સ્પામાં પ્રથમ વખત આવ્યો હોવાનું અને શરીરસંબંધ બાંધવાનું કહેતા સ્પાના કર્મચારીઓ અને રૂપલલનાએ 11,500 તેમની પાસેથી પડાવ્યા હોવાની કબૂલાત આપી હતી પોલીસે 3 મહિનાથી સ્પાના ઓથાર હેઠળ ચાલતા આ કુટણખાનાના સંચાલક જીવરાજ પાર્ક અરિહંત ફ્લેટના રાહુલ આલાભાઈ સાંડપા, રિસેપ્સનિષ્ટ તરીકે કામ કરતી આંબેડકરનગરની એકતાબેન ધીરુભાઈ વાઘેલા અને પંજાબની ગુરપ્રીત કૌર કુલદીપચંદ તેમજ મોજમજા કરવા આવેલા ગ્રાહક મિલન પરમાર સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી ગ્રાહકો પાસેથી રૂ.2500થી 5000 વસૂલાતા હતા.
પરંતુ પ્રથમ વખત આવેલા મિલન પાસેથી બમણી રકમ વસૂલી હતી સ્પામાં એન્ટ્રીના અલગથી 1000 રૂપિયા લેવામાં આવતા હતા પોલીસે દેહ વ્યાપારમાં ધકેલાયેલી પંજાબની બે, દિલ્હીની એક અને ગુજરાતની બે રૂપલલનાને મુક્ત કરાવી હતી.