ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢમાં આંગણવાડી ભરતી માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/8/2025 છે. અરજી કરતી વખતે, અરજદારે મામલતદારના સહી-સિક્કાવાળું રહેઠાણનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે.
આ કામગીરી સરળ બનાવવા માટે અને અરજદારોની સુવિધા માટે, જૂનાગઢ મામલતદાર કચેરી દ્વારા એક ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તા. 27/8/2025ના રોજ, રજાના દિવસે પણ, સવારે 11:00 થી 14:00 કલાક સુધી, મામલતદાર કચેરી, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, ફક્ત રહેઠાણનું પ્રમાણપત્ર મેળવવા માટે ચાલુ રહેશે. આ માહિતી જૂનાગઢ મામલતદાર દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવી છે, જેથી અરજદારો સમયસર જરૂરી પ્રમાણપત્ર મેળવી શકે.