તાજેતરમાં પ્રમોશન પામેલા ડીઆઇજી સુધા પાંડે પાસેથી સંભાળ્યો ચાર્જ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
શહેર જે ડિવિઝન ડીસીપી પ્રદીપસિંહ જાડેજાએ આજે એસ.આર.પી. ગ્રુપ 13, ઘંટેશ્વર ખાતે સેનાપતિ તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે. તેમણે આ ચાર્જ તાજેતરમાં જ ડીઆઇજી તરીકે પ્રમોશન પામેલી સુશ્રી સુધા પાંડે પાસેથી લીધો. સરકારે 31 મેના રોજ જાડેજા સહિત 16 ડીવાયએસપીઓને એસપી તરીકે પ્રમોશન આપીને નવી જગ્યા પર નિમણૂક કરી હતી. તેના અનુસંધાને પ્રદીપસિંહ જાડેજાની એસઆરપી ગ્રુપ 13, ઘંટેશ્વર ખાતે સેનાપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે.1993ની બેચના ડાયરેક્ટ પીએસઆઈ તરીકે સેવા શરૂ કરનાર જાડેજાએ સુરેન્દ્રનગર, ભાવનગર, વડોદરા, અમદાવાદ શહેર, લીંબડી અને જૂનાગઢ સહિતના વિસ્તારોમાં ફરજ બજાવી યાદગાર કામગીરી કરી છે. તેઓ રાજકોટ તાલુકાના સૂકી સાજડિયાળી ગામના વતની છે અને સરકાર દ્વારા વતન નજીકની નિમણૂક આપવામાં આવી છે.જો કે, જાડેજા 31 ઓગસ્ટે નિવૃત્ત થવાના હોવાથી, એક અઠવાડિયા માટે જ એસઆરપી ગ્રુપ 13ના સેનાપતિ તરીકે સેવા આપી નિવૃત્ત થશે.